Connect with us

Updates

PAN-Aadhaar Link: આજે પાન-આધાર લિંક કરવાનો અંતિમ દિવસ, લિંક ન કરવા પર 1 એપ્રિલથી 500 અને જૂન 2022થી લાગશે રૂ.1,000ની પેનલ્ટી

Published

on

PAN-Aadhaar Link last day: તમારા પાન કાર્ડ (PAN)ને આધાર કાર્ડ (Aadhaar) સાથે લિંક કરવાનો આજે (31 માર્ચ, 2022) છેલ્લો દિવસ છે. જો સરકાર પાન-આધાર લિંક (PAN-Aadhaar Link date) કરવાની મુદત નથી વધારતી તો આવતીકાલથી આધાર-પાન લિંક ન કરવા પર 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીની પેનલ્ટી લાગશે. CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ) તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે કે જે લોકો 31 માર્ચ, 2022 સુધી પોતાના PAN અને Aadhaar ને લિંક નથી કરાવતા તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જે બાદમાં 500 રૂપિયાનો દંડ ચૂકવીને તેને ફરીથી સક્રિય કરી શકાય છે.

PAN-Aadhaar Link

દંડ ભરીને આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે જૂન 2022 સુધી રૂપિયા 500નો દંડ ચૂકવીને આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકાશે. જોકે, આ મુદત પૂર્ણ થયા બાદ આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવા માટે 1000 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે

આ પણ વાંચો- ગુજરાત આંગણવાડી ભરતી 2022

લિંક કર્યાં વગર પાન કાર્ડ ક્યાં સુધી સક્રિય રહેશે?

CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 છે. જે બાદમાં પાન-આધાર લિંક કરવા પર દંડ ચૂકવવો પડશે. CBDTએ જણાવ્યું કે, પહેલી એપ્રિલ, 2022થી PAN ખાર્ડને આધાર સાથે લિંક કરવા માટે 500 રૂપિયા દંડ ચૂકવવો પડશે. આ દંડ જૂન 2022 સુધી ચાલુ રહેશે. જે બાદમાં દંડની રકમ વધીને 1,000 રૂપિયા થશે. આ રકમ 31 માર્ચ, 2023 સુધી વસૂલવામાં આવશે. CBDT તરફથી કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2023 બાદ જે પાન કાર્ડ આધાર સાથે લિંક નથી થયા તેમને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

PAN કાર્ડ નિષ્ક્રિય થવાની શું અસર થશે?
પાન કાર્ડ નિષ્ક્રિય થયા બાદ કરદાતાઓ પાન કાર્ડનો ઉપયોગ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં નહીં કરી શકે. એટલે કે તેઓ આઈટીઆર ફાઇલ નહીં કરી શકે. રિફંડ પણ નહીં મેળવી શકે. આવકવેરા સાથે જોડાયેલા અન્ય કામો પણ નહીં કરી શકે.

આ પણ વાંચો-  ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન

આંકડા પ્રમાણે 24 જાન્યુઆરી, 2022 સુધી 43.34 કરોડ પાન કાર્ડના આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. અત્યારસુધી દેશમાં 131 કરોડ આધાર કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. પાન કાર્ડને આધાર સાથે જોડવાથી ડુપ્લિકેટ પાન કાર્ડ રદ કરવામાં અને ટેક્સ ચોરીને રોકવામાં મદદ મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending