SarkariYojna
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી , વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી : ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે. આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આજે કચ્છ અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું બીજા અઠવાડિયાનું પરિણામ જાહેર
દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે, આથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યારસુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : GPSSB મુખ્ય સેવિકા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2022
રવિવારે આ જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે
હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ, જ્યારે રાજકોટ-બોટાદ-પોરબંદર-અમદાવાદ-ખેડા-ગાંધીનગર-સાબરકાંઠા-અરવલ્લીમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે એવી સંભાવના છે.
આ પણ વાંચો – હવે ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટિકિટ બુક કરાવો
લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
Source : www.divyabhaskar.co.in
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in