SarkariYojna
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 25 ફૂટે પહોંચી, લોકો અને પશુધનનું સ્થળાંતર કરાયું
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 25 ફૂટે પહોંચી : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે, જેને લઈને સાવચેતીના ભાગરુપે 53 જેટલાં કુટુંબના 186 જેટલા લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 25 ફૂટે પહોંચી
- અંકલેશ્વરના સરફુદ્દીન ગામના 501,ખલપીયા ગામના 170 તથા ગોલ્ડનબ્રિજ ઝુંપડપટ્ટીના 10 લોકોનું સ્થળાંતર
- SDM સહિતના અધિકરીઓ નિચાણવાળા વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા.
- ખાલપીયા સહિત અસરગ્રસ્ત ગામન લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ.
- અંકલેશ્વરની આમલાખાડી ઓવરફ્લો પીરામણ ગામથી હાઈવેને જોડતો માર્ગ બંધ કરાયો
આ પણ વાંચો- ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડાયું
ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ 2 લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.
સુરક્ષિત સ્થળે લોકોનું સ્થળાંતર
ગતરોજ રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી. ત્યારે આજે સવારે 10 કલાકે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે, જેને પગલે ભરૂચ પર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના 500 અને ખાલ્પિયા ગામના 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યારસુધી જિલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Source : www.divyabhaskar.co.in
આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in