સુરત પોલીસે કહ્યું ગઈકાલે PMના કાર્યક્રમને લઈ પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયોમાં જે પોલીસ સબ ઈન્સ્પેક્ટર છે, એ મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યા છે.
મોરબીનાં પોલીસ અધિક્ષક દ્વારા PSI બી.કે.ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઈજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે.
મોરબીનાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે !