Connect with us

SarkariYojna

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ:મોતનો આંકડો 141એ પહોંચ્યો, મૃતકોમાં 25 બાળકો, હજુપણ બે લોકો ગાયબ છે; સેનાની ત્રણેય પાંખ કામે લાગી

Published

on

મોરબીમાં ઝૂલતો બ્રિજ તુટ્યો : મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુપણ બે લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવીએરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે. અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..

મોરબીમાં ઝૂલતો બ્રિજ તુટ્યો

LIVE અપડેટ્સ
– ભલે હું એકતાનગરમાં હોઉ પણ મારૂ મન મોરબીના પીડિતો પાસે છે: પી.એમ. મોદી​​​​​​​​​​​​​​​​​​​​​
– એક તરફ શોક, બીજી તરફ કર્તવ્ય: પી.એમ. મોદી​​​​​​​​​​​​​​
​​​​​​​- પીડિત પરિવાર પ્રત્યે સંવેદના: પી.એમ. મોદી​​​​​​​
​​​​​​​- બચાવ કામગીરી સતત ચાલી રહી છે: પી.એમ. મોદી
​​​​​​​- દુર્ઘટના પર પી.એમ. મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
– મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કલેક્ટર, રેન્જ IG, SP સહિતના તમામ અધિકારીઓ સાથે બેઠક મળશે
– કલેક્ટર કચેરી ખાતે મળશે હાઈ લેવલની મીટીંગ
​​​​​​​- મેનેજમેન્ટ કરનાર અને મેઇન્ટેન્સ કરનાર કંપનીનો ઉલ્લેખ કરાયો
​​​​​​​- Firમાં ઓરેવા કંપનીના નામનો ઉલ્લેખ નહીં!
​​​​​​​- મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ​​​​​​​ ફરિયાદી બન્યા ​​​​​​​
– બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે: હર્ષ સંઘવી
– હજુ બે લોકો ગાયબ છે: હર્ષ સંઘવી
– મુખ્યમંત્રી – ગૃહમંત્રી સતત નિરીક્ષણમાં
– આખી રાત ચાલેલું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત
– NDRF બાદ ભુજ આર્મીની ટીમ પણ મોરબી આવી પહોંચી છે.
– ભુજ આર્મીની ટિમ ચાર બોટ સહીત બચાવ સામગ્રી સાથે મોરબી આવી પહોંચી
– પાણીમાં આર્મીની ટિમ વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
– પોણા બે વાગે પણ મૃતદેહ મળી રહ્યા છે.
– સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે
– સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
– સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત
– એક પરિવારનાં 12 સભ્યોનાં થયા મૃત્યુ
– ગુનાની તપાસની અધ્યક્ષતા રેન્જ આઇજી દ્વારા કરવામાં આવશે
– દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે
– અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે
– ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે
– કલમ 308 નો પણ ઉમેરો કરવામાં આવ્યો
– કલમ 114 પણ લગાવવામાં આવી છે
– કલમ 304 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
– 108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે, 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે.
– દુર્ઘટનાને પાંચ કલાક થયા પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન
– જલારામ બાપાની જગ્યાની તમામ ડેકોરેશની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો
– વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે
– મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા
– ઇન્ડિયન મેડિકલ આસોસીશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત
– વડોદરાથી ફાયર બ્રિગેડના17 જવાનોની ટીમ મોરબી જવા માટે રવાના, ટીમ પાસે અંડર વોટર જોઈ શકાય તેવા કેમેરા પણ છે​​​
– CM ભૂપેન્દ્ર પટેલે મોરબી પહોંચી નિરિક્ષણ કર્યું
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે અમદાવાદનો રોડ શો રદ્દ
– 99 મૃતદેહ મોરબી હોસ્પિટલમાં પહોંચ્યા, મોટા ભાગના બાળકો, એક-એક પલંગ પર બે-બે મૃતદેહ, હજુ આંક વધે તેવી શકયતા: ડોકટરના સૂત્રો
– રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રી જીતુ વાઘાણી
– શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શોક વયક્ત કર્યુો
– નદીમાં પાણી ખાલી કરવા માટે ચેકડેમ તોડવાનું શરૂ
– અશોક યાદવે કહ્યું, 400 લોકોને ટિકિટ આપવામાં આવી હતી
– મોતનો આંકડો 100ને પાર
– મૃતદેહોને શોધવા મચ્છુ નદીનું પાણી કાઢવાની કવાયત શરૂ
– 1 નવેમ્બરનો પી.એમ. મોદીનો સ્નેહમિલનનો કાર્યક્રમ મોકુફ
– અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ અને ગોમતીપુરના 25 ફાયર જવાનો મોરબી જવા રવાના
– જામનગરથી એરફોર્સના 50 ગરૂડ કમાન્ડો મોરબી જવા રવાના
– કેવડિયાથી પી.એમ. મોદી મોરબી જઇ શકે છે
– ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પુલ શરૂ કરી દેવાયો હતો: નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા
– રાજકોટથી પોલીસ કોન્વેય સાથે 108 મોરબી જવા રવાના
– જામનગર અને જૂનાગઢથી વધુ એમ્બ્યુલન્સ મોરબી જવા રવાના
– મોરારી બાપુએ મૃતકના પરિવારજનોને 5-5 હજારની સહાય જાહેર કરી
– મૃતકોને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી
– રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું
– પોલીસે SIT (પાંચ સભ્યો)ની રચના કરી
– 1 રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર
– 2 કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર
– 3 ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ
– 4 સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન
– 5 સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ
– રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી જવા રવાના
– મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ
– ઓરેવા ટ્રસ્ટના જયસુખ ઓધવજી પટેલ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ
– જવાબદાર ઓરેવા ટ્રસ્ટ સામે કાર્યવાહી કરવાની લોકોમાં માંગ
– મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળેટોળા એકત્ર થવા લાગ્યા
– 150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતા છે: હર્ષ સંઘવી
​​​​​- અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમરજન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની
– 50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
– 50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી તેમ છતાં તેમને હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
– મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક
​​​​​- અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી
– 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો
– 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
– કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
– મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વધુ શકી છે
– મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટના સ્થળે
– CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના
– CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
– મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું
– તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય તે અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી
– 70થી વધારે ઇજાગ્રસ્તો ​​​​​​ને હોસ્પિટલ પહોંચાડાયા: હર્ષ સંઘવી

મોરબીમાં ઝૂલતો બ્રિજ તુટ્યો
મોરબીમાં ઝૂલતો બ્રિજ તુટ્યો

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકી 98 મૃતકોના નામની યાદી જાહેર

 • 1.સુજલ હરેશભાઈ ચાવડા
 • 2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
 • 3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
 • 4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
 • 5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
 • 6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ શનાળા
 • 7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
 • 8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
 • 9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
 • 10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી. માળીયા
 • 11.હાર્દિક અશોકભાઈ ફળદુ-હળવદ
 • 12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
 • 13.અનિસાબેન આરીફશા સાહમદાર
 • 14.આફ્રીદશા આરીફશા સાહમદાર
 • 15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
 • 16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
 • 18.રોશનબેન ઇતિયાસભાઈ સો ઓરડી મોરબી
 • 19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા-બોની પાર્ક
 • 20.ભૌતિકભાઈ સોઢીયા કોયલી ખોડાપીપર
 • 21.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
 • 22.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
 • 23.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
 • 24.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા-મોરબી
 • 25.ધારાબેન હરેશભાઈ અમૃતિયા-શ્રી કુંજ, મોરબી
 • 26.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા-મોરબી
 • 27.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
 • 28.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
 • 29.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
 • 30.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
 • 31.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ શનાળા, મોરબી
 • 32.જમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
 • ૩૩.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
 • 34.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
 • 35.હુસેન દાઉદભાઈ- રાપર
 • 36.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
 • 37.ગડુબેન ગૌતમભાઈ પરમાર-ખીજડીયા, ટંકારા
 • 38.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
 • 39,પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
 • 40.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
 • 41,પરમાર સંગીતાબેન ભુપતભાઈ
 • 42.ઝાલા સતિષભાઈભાવેશભાઈ છત્રોલા
 • 43,મનસુખભાઈ
 • 44.નૈતિક મહેશભાઈ સોઢીયા
 • 45.ભૂમિકાબેન રાયધનભાઈ
 • 46.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
 • 47.શાબાન આસિફ મકવાણા
 • 48.મુમતાઝ હબીબ મકવાણા
 • 49.પાયલ દિનેશભાઇ
 • 50.નફસાના મહેબૂબભાઈ
 • 51.એકતા ચિરાગભાઈ જીવાણી
 • 52.પૂજાબેન ખીમજીભાઈ
 • 53.ભાવનાબેન અશોકભાઈ
 • 54.મિતલબેન ભાવેશભાઈ ભીંડી
 • 55.સોનલ પ્રશાંતભાઈ મકવાણાં
 • 56.જગદીશભાઈ રાઠોડ
 • 57.કપિલભાઈ રાણા
 • 58.મેરુભાઈ ટીડાભાઈ
 • 59.સંદીપભાઈ રાજેશભાઇ 5.ભુપતભાઇ છગનભાઇ પરમાર
 • 61.ખારવ ભાર્ગવભાઈ દેત્રોજા
 • 62.ઉષાલા ભૂપતસિંહ ઝાલા રહે કોઢ
 • 63.મિતુલ મોહનભાઇ દંડીયા રહે.ગુંદાસરા
 • 64.રવિ રમણિકભાઈ પરમાર રહે. કેનાલ રોડ
 • 65,શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા રહે. શનાળા
 • 66,ધવલભાઈ જયેશભાઈ દોશી
 • 67.અરુણભાઈ મનુભાઈ વાઘેલા
 • 68,કિરોઝભાઈ નિમાભાઈ સુમરા
 • 69.રાજ દિનેશભાઇ દરિયા
 • 70,મહેશ વશરામભાઈ મકવાણા-સો ઓરડી
 • 71,અશોક જેસિંગભાઈ ચાવડા
 • 72.ખલીફા અમિત રફીકભાઈ
 • 73.હંસાબેન રૂપેશભાઈ ડાભી
 • 74.મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
 • 75 અલ્ફાઝખાન પઠાણ
 • 76.ભરતભાઇ ચોકસી
 • 77.પ્રશતભાઈ મકવાણા
 • 78.વસીમભાઈ અલીભાઈ સુમરા
 • 79.હબીબુદ શેખ
 • 80ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
 • 81,ધાર્મિક રાજુભાઈ મૂડીયા
 • 82.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
 • 8૩.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
 • 84, પૃથ્વી મનોજભાઈ
 • 85.ભવિકભાઈ દેત્રોજા
 • 86.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
 • 87.નસીમબેન બાપુશા ફકીર
 • 88.નફીષાબેન મહેબૂબભાઈ
 • 89,તુષાર રૂપેશભાઈ ડાભી
 • 90.પ્રવિણસિંહ રઘુભા ઝાલા
 • 91. કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
 • 92.શાહનવાઝ બાપુશા રહે. જામનગર
 • 93. પૂર્વીબેન ભાવેશભાઈ ભીડી મોરબી
 • 94. નિસર્ગ ભાવેશભાઈ ભીડી માણેકવાડા
 • 95,નિષાબેન સતીષભાઈ દેસાઈ-મોરબી
 • 96.મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા-રાજકોટ

List Source : Socioeducation ( Educational Website )

મોરબી દુર્ઘટનાથી અત્યંત દુઃખી છું: PM મોદી

PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યું

અમિત શાહે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

દુર્ઘટનાથી વ્યથિત છું, રાહત અને બચાવ કામગીરી ચાલુ છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

CM ભૂપેન્દ્ર પટેલે આ અંગે વધુ જણાવ્યું કે, મોરબીની દુર્ઘટના અંગે PM નરેન્દ્ર મોદીએ મારી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.

વધુમાં તેમણે લખ્યું કે, મોરબીની દુર્ઘટનાને પગલે PM સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.

કેજરીવાલે પણ કર્યું ટ્વિટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબી દુર્ઘટના પર ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતથી ખુબજ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં બ્રિજ તૂટવાથી કેટલાક લોકોના નદીમાં પડવાના સમાચાર છે. ભગવાનને તેમના જીવ અને સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.

અનેક લોકોના મોતની આશંકા
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. બીજી તરફ 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

Source : Divyabhaskar Com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending