SarkariYojna
500 વર્ષ બાદ પાવાગઢ મહાકાળી મંદિરે રચાયો ઇતિહાસ, જુઓ સંપૂર્ણ માહિતી
પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ : મહેમૂદ બેગડાએ તોડેલા શિખર પર PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-‘સદીઓ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે’
પાવાગઢ શક્તિપીઠ પર 500 વર્ષે ધજા લહેરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 શક્તિપીઠોમાં એક એવા પાવાગઢ શક્તિપીઠ પહોંચ્યા હતા.અને માં પાવાવાળીના દર્શન કર્યા હતા. પાવાગઢમાં તેઓએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા-અર્ચના કરીને કાલિકા માતાના શિખર પર ધ્વજારોહણ કર્યુ હતુ. 12 કરોડ રૂપિયાના ખર્ચે પાવાગઢ મંદિરના જીર્ણોદ્વારનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે. 15મી સદીમાં આ મંદિર પર ચઢાઈ થઈ હતી અને 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. હવે આ શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. માતાજીના જૂના મંદિરમાં શિખરની જગ્યાએ દરગાહ હતી તેને સમજાવટપૂર્વક દૂર કરાવીને ત્યાં નવું શિખર બાંધવામાં આવ્યું છે તથા તેના પર ધ્વજદંડક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યારે 500 વર્ષ બાદ પાવાગઢમાં માતા કાલિકાના શિખર પર ધ્વજારોહણ થયુ છે.

જગતજનનીનાં દર્શન કરીને વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કર્યું
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.

PM મોદીનું સંબોધન
- 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકતી, આજે લહેરી રહી છે, આ વાત પ્રેરણા આપે છે.
- આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે
- ગુપ્ત નવરાત્રિ પહેલાં પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે
- સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે
- હું મારું પુણ્ય દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહું એ મેં માતાજી પાસે માગ્યું છે
- પાવાગઢ અને પંચમહાલની તપસ્યા આજે સિદ્ધ થઈ છે
- લગ્ન થવાના ત્યારે ભક્ત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મૂકે છે અને તેમને આ પત્રિકા સંભળાવવામાં આવે છે
- ધ્વજારોહણ એ ભક્તો માટે શક્તિઉપાસકો માટે આનાથી મોટો કોઇ ઉપહાર ન હોઇ શકે
- મંદિરનો વિકાસ થયો છે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે
- ઊંચું સ્થાનક હોવાથી અહીં સુરક્ષા રાખવાની ખૂબ જરૂરિયાત છે, જેથી સૌ-કોઇએ અનુશાસન રાખવાની જરૂર છે
- હું રોપવેના માધ્યમથી અહીં આવ્યો છું, રોપવેથી યાત્રા સુવિધાસભર થઇ છે.
- પાવાગઢ, સાપુતારા અને અંબાજી રોપવેથી જોડાઇ રહ્યા છે
- પંચમહાલમાં પર્યટનની સંભાવનાની સાથે યુવાનોને રોજગારનો અવસર આવશે. કલા-સાંસ્કૃતિક વિરાસતને નવી ઓળખ મળશે
- ચાંપાનેર એ જગ્યા છે, જ્યાંથી ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઇ હતી, જેનાથી ગુજરાતમાં 24 કલાક વીજળી મળવાની શરૂઆત થઈ હતી
- હું મહાકાળીના ચરણોમાં ફરી એકવાર નમન કરું છું, અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવુું છું. આજે તેમના પૂર્વજોનાં સપનાં પૂર્ણ થયાં છે.

ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે, સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે, સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

પીએમ મોદીના આગમનને કારણે પાવાગઢ મંદિરે ગુરુવારથી જ દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ માટે પ્રવેશ બંધ કરાયો હતો. જે આજે બપોર સુધી અમલી રહેશે. પીએમ મોદી પાવાગઢથી રવાના થયા બાદ દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે.
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in