Connect with us

SarkariYojna

અંકલેશ્વર : પિતાએ દીકરીઓને આપી અનોખી લગ્ન ભેટ, જુઓ સ્વર્ગસ્થ માતાની હાજરી લગ્નમાં કેવી રીતે દર્શાવી

Published

on

અંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છેઅંકલેશ્વરમાં પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતા મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા હોવાની અનોખી ઘટના જોવા મળી છે. અંકલેશ્વરમાં જાણીતા સામાજિક કાર્યકર અને બિલ્ડર પિયુષ પટેલની પત્નીનું 2 વર્ષ પૂર્વે અવસાન થયું હતું. બે પુત્રીઓના લગ્ન માતાની હાજરી વગર ન થાય તે માટે પિતાએ માતાની આબેહુબ મૂર્તિ બનાવી લગ્નના સ્ટેજ પર મૂકી પુત્રીઓને અનોખી ભેટ આપી હતી

પિતાએ દીકરીઓને આપી અનોખી લગ્ન ભેટ
પિતાએ દીકરીઓને આપી અનોખી લગ્ન ભેટ

લગ્ન પ્રસંગમાં સ્વર્ગસ્થ માતાની હાજરી!!!

અંકલેશ્વરમાં બે દીકરીઓના લગ્ન પ્રસંગમાં સ્વર્ગસ્થ માતાની ગેરહાજરી ન વર્તાય તે માટે પિતાએ અનોખો પ્રયાસ કર્યો હતો. આ દીકરીઓના લગ્ન પ્રસંગમાં જાણે માતાની પ્રત્યક્ષ હાજરીની અનુભૂતિ કરાવાતા પરિવારજનોમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌ કોઈની આખો ભીંજાઈ હતી. સ્વર્ગસ્થ માતાની હાજરીમાં ન માત્ર લગ્ન કરાયા પરંતુ માતાના આશીર્વાદ પણ દીકરીઓએ લીધા હતા. અસલમાં દીકરીઓને માતાની હાજરીની અનુભૂતિ કરાવતી આબેહુબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા બનાવી લગ્ન પ્રસંગમાં સ્ટેજ ઉપર બિરાજમાન કરાઈ હતી.વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાએ માતા જીવંત હોવાનો અબે ખુશીથી લગ્ન પ્રસંગ મણિ રહ્યા હોવાનો અનુભવ કરાવ્યો હતો.

દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નના પ્રસંગમાં લગ્ન ભેટ

  • માતાની વેકસની પ્રતિમા જોઈ પુત્રીઓનો ખુશીનો પાર ન રહ્યો હતો
  • બે વર્ષ પહેલાં માતા અવસાન થયું હતું
  • આમંત્રિત મહેમાનો અને પરીજનોની આંખો માંથી વહી અશ્રુધારા…

પિતાએ દીકરીઓને આપી અનોખી લગ્ન ભેટ

અંકલેશ્વરના પિયુષ પટેલે બંને દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નના પ્રસંગમાં માતાની હાજરી રહે અને પુત્રીઓને માતા સાથે જ હોવાનો ભાષ રહે તે માટે પોતાના મિત્રના સહયોગથી વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજા વર અને વિદ્યાર્થી વિભા પટેલની મદદથી પોતાની પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોન રિયાલિસ્ટિક મૂર્તિ તૈયાર કરાવી હતી.વડોદરા ફાઈન આર્ટસના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સની મૂર્તિએ માતા જીવંત હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.

લગ્ન મંડપમાં સ્ટેજ ઉપર સરપ્રાઈઝ બોક્સ ખુલતા તમામની આખો ભીંજાઈ

આ મૂર્તિ જોતા જ જાણે સાચે જ સ્વ.દક્ષાબેન પટેલ ત્યાં બેઠેલા હોય એ રીતે તૈયાર કરવામાં આવી હતી. પુત્રીઓના લગ્ન સ્થળે સ્ટેજ ઉપર ગિફ્ટ કવરમાં રાખેલી સ્વ.દક્ષાબેનની મૂર્તિને પુત્રીઓ જ્યારે સ્ટેજ ઉપર આવી, ત્યારે 1008 મહંત ગંગાદાસ બાપુ અને પિતા પિયુષ પટેલે પરદો ઉઠાવ્યો અને બંને પુત્રીઓ ખુશી સાથે આંખોમાં હર્ષનાં આંસુઓ છલકાઈ ગયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા સૌ આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને સ્વજનો પણ ભાવુક બની ગયા હતાં.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending