google news

દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022 | Marine Fisheries Yojana Gujarat 2022 @fisheries.gujarat.gov.in

દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022 : ૧ મે, ૧૯૬૦ ના દિવસે જ્યારે ગુજરાતને બંધારણીય રાજ્યનો દરજ્જો મળ્યો, અને ગુજરાત રાજ્ય મુંબઇમાંથી છુટું પડ્યું ત્‍યારે મત્‍સ્‍યોદ્યોગ વિભાગ પોતાની પાસે રહેલી ૩૫૩૧ જેટલી બોટો સાથે શરૃ થયો હતો. જેમાં ૩૧૪ જેટલી મશીનથી ચાલતી અને ૩૨૧૭ જેટલી મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થતો હતો. દરિયાઇ ઉત્‍પાદન ૭૯૪૧૨ ટન જેટલું હતું. જેની કુલ કિંમત રૂ.૧૭૫.૭૫ લાખ જેટલી હતી. વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન બોટોની સંખ્‍યા વધીને ૩૮૫૮૫ જેટલી થઇ ગઇ છે. જેમાં ૨૯૪૬૭ મશીન વડે ચાલતી અને ૯૧૧૮ મશીન વગર ચાલતી બોટોનો સમાવેશ થાય છે. અને દરિયાઇ ઉત્‍પાદન ૬,૧૯,૭૨૦ ટન જેટલું થયું છે. જેની કુલ કિંમત રૂ.૬૩૨૮૭૫.૬૪ લાખની થાય છે.

દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ

પાકિસ્તાન સતાવાળાઓ દ્વારા માછીમારોની કરવામાં આવેલ ધર૫કડ બાબતે માછીમારના કુટુંબને આર્થિક દૈનિક સહાય ૧ પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્રારા દરિયામાં માછીમારી દરમ્યાન માછીમારનું અપહરણ કરવામાં આવે છે. આ માછીમારો જે દિવસ (તારીખ) થી પકડાય તે તારીખથી પાકિસ્તાન જેલમાંથી છુટે તે તારીખ સુધી દૈનિક રૂા.૧૫૦/-લેખે માછીમારના કુટુંબને જીવનનિર્વાહ માટે દૈનિક આર્થિક સહાય ચુકવવામાં આવતી હતી. તા.૧/૪/૨૦૧૯ થી આ સહાય વધારી પ્રતિદિન રૂ.૩૦૦/- ની કરવામા આવેલ છે.

આ પણ વાંચો :

પગડીયા માછીમારોને સહાય

પગે ચાલીને માછીમારી માટે જતા બોટ ન ધરાવતા હોય તેવા પગડીયા માછીમારોને માછલી પકડવાની જાળ, સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્ષ અને વજનકાંટાની ખરીદી પર યુનીટ કોસ્ટ રૂા.૮૦૦૦/- ના ૯૦ ટકા લેખે રૂા૭૨૦૦/-સહાય આપવામાં આવે છે. પગડીયા માછીમારોને સહાયનું ધોરણ સાયકલ રૂા.૩૦૦૦/- જાળ રૂા.૩૦૦૦/- ઇન્સ્યુલેટેડ બોક્ષ રૂા.૧પ૦૦/- વજનકાંટો રૂા.પ૦૦/- કુલ મળીને યુનીટ કોસ્ટ રૂા.૮૦૦૦/-ના ૯૦ ટકા લેખે રૂા.૭ર૦૦/- ની મહત્તમ સહાય આપવામા આવે છે.

ઇલેકટ્રીક સાધનોની ખરીદી ઉપર સહાય

બે બેટરીની બોટો ધરાવતા માછીમારોને નીચે મુજબ ઇલેકટ્રીક સાધનો ઉપર સહાય ચુકવવામાં આવે છે.

  • ઇનવર્ટર – રૂા.૮પ૦૦/- અથવા ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછુ હોય તે
  • ઇલેકટ્રીક સગડી – રૂા.૩૦૦૦/- અથવા ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછુ હોય તે
  • ઇલેકટ્રીક વોટરપંપ – રૂા.૩૦૦૦/- અથવા ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછુ હોય તે
  • સીએલએફ ટયુબ – રૂા.પ૦૦/- અથવા ખરીદ કિંમત એ બેમાંથી જે ઓછુ હોય તે

આ પણ વાંચો- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022

લાઇફ સેવીંગ એપ્લાયન્સીંસ

આ યોજના તળે માછીમારો દરીયામાં માછીમારી કરવા જાય ત્‍યારે તેઓની સલામતી માટે લાઇફ સેવીંગ એપ્‍લાયન્‍સીસની ખરીદ કિંમતના પ૦ ટકા સહાય આપવામાં આવ છે. લાઇફ સેવીંગ ઇકવીપમેન્‍ટમાં લાઇફ સેવીંગ જેકેટ રૂા.ર૦,૦૦૦/-(૬ નંગ),લાઇફ બોય રીગ્‍સ રૂા.૧૦,૦૦૦/-(ર નંગ) તથા ઇમરજન્‍સી લાઇટ રૂા.૧૦,૦૦૦/-(ર નંગ) વિગેરેનું એક યુનીટ ગણી યુનીટ કોસ્‍ટ રૂા.૪૦,૦૦૦/-ના પ૦ ટકા લેખે રૂા.ર૦,૦૦૦/-ની મહત્‍તમ સહાય આપવામાં આવશે.

૪ ઇંચથી ઉપરની મેશસાઇઝની ગીલનેટ ઉપર સહાયઃ

આ યોજના તળે ૪ ઇંચથી ઉપરની મેશ સાઇઝની ગીલનેટ ઉપર ૧.૦૦ લાખ યુનિટ કોસ્‍ટની મર્યાદામાં રપ ટકા અને મહત્‍તમ રૂા.રપ,૦૦૦/-ની સહાય મળવાપાત્ર થશે.અને લાભાર્થીએ ગીલનેટની ખરીદી જી.એફ.સી.સી.એ.અથવા અધિકૃત વિક્રેતા પાસેથી કરવાની રહેશે.

માછીમાર બોટો ઉપર હાઇજેનીક ટોઇલેટ અથવા પોર્ટેબલ ટોઇલેટની સુવિધા ઉભી કરવા સહાય

આ યોજના તળે દરિયામાં માછીમારી કરતી બોટો એકથી વધુ દિવસ માટે દરીયામાં રહે છે તેમજ આ બાટોમાં ટોઇલેટની સુવિધા હોતી નથી તેથી કાયમી અથવા પોર્ટેબલ ટોઇલેટની સુવિધા ઉભી કરવા માટે તેની યુનીટની કિંમત રૂા.૧પ,૦૦૦/- જેની ઉપર મહત્‍તમ રૂા.૧૦૦૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચએ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.

માછીમારોની બોટો ઉપર સેફટી સાધનો પુરા પાડવા ડીસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્‍સમીટર (DAT)

મધદરીયે માછીમારો તથા બોટોને કુદરતી આપત્‍તિઓથી બચવા માટે રાજયમાં રહેલ બોટોને સેફટી સાધનો આપવાનું આયોજન કરેલ છે. જેમાં ભારત સરકારશ્રીની ઇસરો સંસ્‍થા ધ્‍વારા સેટેલાઇટ બેઇઝડ ડીસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્‍સમીટર (DAT) ની શોધ કરેલ છે. જે ઓછી કિંમતું GPS સેટેલાઇટ બેઇઝ સાધન છે અને માછીમારી બોટોને આપત્‍તિના સમયમાં તાત્‍કાલીક કાંઠા ઉપર રહેલ કંટ્રોલ રૂમમાં સમાચાર આપી શકે તેવું સાધન છે. GPS સેટેલાઇટ બેઇઝ સાધન હોવાથી દરીયામાં રહેલ બોટનું ચોકકસ લોકેશન જાણી શકાય છે. તેવી સુવિધાવાળું સીસ્‍ટમ છે. આ સાધનમાં માછીમારોને સરળતાથી ખબર પડી શકે તે મુજબ વિવિધ ઇમરજન્‍સી સેવાઓ જેવી કે, મેડીકલ,વાવાઝોડામાં ફસાયેલ બોટ,આગ લાગવા સંદર્ભ, અન્‍ય સુરક્ષાનું બટન દબાવતાની સાથે કોસ્‍ટ ગાર્ડ કંટ્રોલ રૂમને દરિયામાં બોટોને કઇ ઇમરજન્‍સી સેવાની જરૂર છે તે ચોકકસ કઇ જગ્‍યાએ છે તે જાણીને તેની બચાવ કાગીરી ઝડપી અને સરળતાથી કરી શકે છે. DAT સાધનની ખરીદી પર બોટ માલિકને સહાય ચૂકવવામાં આવે છે. દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022

ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ

ગુજરાતના દરિયાકાંઠા પર દરિયામાં માછીમારી કરતા ટ્રોલર, ગીલનેટર, ડોલનેટર ના બોટ માલિકોને દરિયામાં માછીમારી કરીને યોગ્‍ય વળતર મળી રહે અને માછલીનો જથ્‍થો મળવામાં ફીશીંગ ગ્રાઉન્‍ડ સુધી સીધા રસ્‍તે માછીમારી કરવા જઇને વધુ વળતર મળી શકે તેમાં ફીશીંગ બોટો માટે GPS ઉપયોગી નીવડે છે.. દરીયામાં માછીમારી દરમ્‍યાન માછીમારો આઇએમબીએલ રેખા ઓળંગે તો પણ જીપીએસમાં તેની સીસ્‍ટમથી એલર્ટ મેસેજ મળે છે. જેથી વારંવાર આઇએમબીએલ રેખા ઓળંગવાના બનાવો અટકાવી શકાય તે હેતુથી ગુજરાત રાજયના દરિયાકાંઠાના જિલ્‍લાઓમાં દરિયામાં માછીમારી કરતા ટ્રોલર, ગીલનેટર, ડોલનેટર બોટ માલિકોને જીપીએસની ખરીદી પર નાણાકીય સહાય આપવામાં આવે છે. જીપીએસની યુનિટ કોસ્‍ટ રૂા.૪૦,૦૦૦/- ના ૫૦ ટકા લેખે રૂા.૨૦,૦૦૦/- મહત્‍તમ સહાય અથવા જીપીએસની ખરેખર ખરીદ કિંમતના ૫૦ ટકા એ બેમાંથી જે ઓછું હોય તે સહાય ચુકવવામાં આવે છે.

દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022
દરિયાઇ મત્સ્યોદ્યોગની વિવિધ યોજનાઓ 2022

માછલીની પ્રક્રિયા,જાળવણી અને ખરીદ વેચાણ ખરીદ વધારવાની યોજના

પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન તથા વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર છે. પ્રોસેસીંગ પ્‍લાન્‍ટના અપગ્રેડેશન માટે ખર્ચના પ૦ ટકા અથવા મહત્‍તમ રૂા.પ૦.૦૦ લાખ બે

  • પ્રોસેસીંગ પ્‍લાન્‍ટના અપગ્રેડેશન માટે ખર્ચના પ૦ ટકા અથવા મહત્‍તમ રૂા.પ૦.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર છે.
  • વેલ્‍યુ એડેડ મશીનરી માટે ખર્ચના પ૦ ટકા અથવા મહત્‍તમ રૂા.૧૦૦.૦૦ લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.

માછીમાર મહીલાને હાથ લારીની ખરીદી પર સહાય

આ યોજના તળે માછીમાર મહીલાઓને એન આઇ. ડી એ તૈયાર કરેલ ડીઝાઇન મુજબની હાથલારીની ખરીદી ઉપર સહાય ચૂકવવામાં આવે છે. હાથ લારીની યુનિટ કોસ્ટ રૂા. ૯,૩૦૦/-ની મહત્તમ મર્યાદા સામે ૭૫% અથવા ખરીદ કિંમતના ૭૫% એ બેમાંથી જે ઓછું હોય તે (મહત્તમ રૂ.૭૫૦૦/-) વ્યકતિગત મહીલા લાભાર્થી ને સહાય ચુકવવાની રહેશે.

આ પણ વાંચો- ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી

માછીમારોને માછલીની સુકવણી માટે સોલાર ડ્રાયરની ખરીદી ઉપર સહાય

માછલીની સુકવણી માટે સોલાર ડ્રાયરની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે. નાની સાઇઝની સોલાર ડ્રાયર જેની યુનિટ કોસ્‍ટ રૂ.૧.પ૦ લાખ સુધીની કિંમતના પ૦% લેખે રૂ.૦.૭પ લાખની સહાય અને મોટી સાઇઝની ૨૫૦ કેપીસીટી વાળી ડ્રાયર માટે રૂ.ર૦.૦૦ લાખની ખરીદી માટે રૂ.૧૦.૦૦ લાખની સહાય મળવાપાત્ર છે

મત્સ્યોધોગ સહકારી મંડળીઓને મત્‍સ્‍યોધોગના હેતુ માટે પ્રોસેસીંગ યુનીટની સ્થાપના માટે સહાય

દરીયામાંથી પકડાયેલ માછલીને આરોગ્યપ્રદ સ્થિતિમાં ગ્રાહક સુધી હાઇજેનીક કન્ડીશનમાં ન પહોંચે ત્યાંસુધી જાળવણી કરવી જરૂરી છે તે માટે ગુજરાત રાજયના દરિયાકાંઠાના જિલ્‍લાઓ જેવા કે, જુનાગઢ,ગીર સોમનાથ, પોરબંદર, વલસાડ તથા નવસારી જિલ્‍લાઓમાં મત્સ્યોધોગ સહકારી મંડળીઓને મત્‍સ્‍યોધોગના હેતુ માટે પ્રોસેસીંગ યુનીટની સ્થાપના માટે સહાય આપવાનું આયોજન છે. આ પ્રકારના યુનિટ માટે રૂા.૫૦૦.૦૦ લાખ મહત્‍તમ અથવા ખરેખર કિંમતના ૫૦ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે.

આઇસ પ્લાન્ટ/ કોલ્ડસ્ટોરેજ સ્થાપવા માટે સહાય

રાજયમાં મરીન ઉત્‍પાદન દેશમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. ૫રંતુ રાજયમાં પ્રોસેસીંગ અને પ્રીઝર્વેશન માટે ખાનગી ધોરણે વિકસાવેલી સુવિધા ઈ.યુ. નોર્મસ મુજબની ન હોઈ રાજય એકસપોર્ટમાં પાછળ રહે છે. જેથી માછલીને આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખવા આઇસ પ્લાન્ટ/ કોલ્ડસ્ટોરેજ સ્થાપવા જરૂરી છે.આ ઘટકની યુનીટ કોસ્ટ અંદાજીત રૂ.૫૦,૦૦,૦૦૦/- છે. આ માટે ખરેખર થયેલ ખર્ચના ૪૦ ટકા અથવા મહત્તમ રૂ.૨૦.૦૦ લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.

ફીશ માર્કેટની સ્થાપના માટે સહાય

મત્‍સ્‍ય ઉત્‍પાદન સ્‍થાનિક કક્ષાએ ફીશમાર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. સ્‍થાનિક રીતે વેચાણ મત્‍સ્‍ય ઉત્‍પાદન સારી રીતે અને ઉપભોકતા (ગ્રાહક)ને તાજી અને સ્‍વચ્‍છ સારી સ્‍થિતિમાં મળી રહે અને માછીમારોને સારું વળતર મળી રહે તે માટે રાજયમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં, સરકાર માન્‍ય સંસ્‍થાઓ તથા સરકારશ્રીની એપેક્ષ સંસ્‍થાઓ દવારા ફીશ માર્કેટની સ્‍થાપના કરવામાં આવે છે. સહાયનું ધોરણ, મહાનગર પાલિકા – રૂા.૩૦૦.૦૦ લાખ મહત્તમ, નગર પાલિકા-રૂા ૧૫૦.૦૦ લાખ મહત્તમ, અને ગ્રામ પંચાયત- રૂા ૫૦.૦૦ લાખ મહત્તમ છે.

રેફ્રીઝરેટરવાન

ઉપભોકતા (ગ્રાહક) ને સ્‍થાનિક જગ્‍યાએથી તાજી અને સ્‍વચ્‍છ માછલી મળી રહે અને તેનું વેચાણકર્તાઓને સારું વળતર મળી રહે તે માટે માછલીને આરોગ્યપ્રદ સ્થિતિમાં ગ્રાહક સુધી હાઇજેનીક કન્ડીશનમાં પહોંચાડવા માટે રેફ્રીઝરેટરવાન અતિ આવશ્યક છે. આ સાધનની યુનીટ કોસ્ટ રૂ.૧૦.૦૦ લાખના ૫૦ ટકા મહત્તમ રૂા.૫.૦૦ લાખ અથવા ખરેખર કરેલ ખર્ચના ૫૦ % સુધીની સહાય મળવાપાત્ર છે.

ડીપ ફ્રીઝર

છુટક મચ્છીના વેપારી/દુકાનદારો/ વેન્ડરો દવારા જે માછલીનું વેચાણ થાય છે તેને તાજી અને આરોગ્યપ્રદ રાખવા માટે ડીપફ્રીઝર અત્યંત મહત્વ ધરાવે છે. ડીપફ્રીઝરમાં રાખવાથી માછલી વધુ લાંબા સમય સુધી તાજી રહે છે. આ સાધનની યુનીટ કોસ્ટ રૂ.૨.૦૦ લાખના ૫૦ ટકા અને મહત્તમ રૂ.૧.૦૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે.

ફાઇબર રોપની ખરીદી પર સહાય વાયર રોપ

રાજયમાં ટ્રોલર બોટો દવારા માછીમારી માટે વાયર રોપનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાયર રોપનો ઉપયોગમાં લેવા માટે રોપ ઉપર ગ્રીસ લગાવવામાં આવે છે. આ વાયર રોપ માછીમારી દરમ્યાન પાણીમાં રહે છે. જેના કારણે દરિયાનું પાણી પ્રદુષિત થાય છે. તેથી દરિયાઇ પ્રદુષણ પણ ઘટાડવા અને દરિયાઇ સંપત્તિની જાળવણી માટે ટ્રોલર બોટોને ફાઇબર રોપની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે. ફાઇબર રોપની ખરીદી પર યુનિટ કોસ્ટ રુ.૧.૦૦ લખના પ૦ ટકા એટલે કે, રુ.પ૦,૦૦૦/- અથવા ખરેખર કરેલ ખર્ચના ૫૦ % સુધીની સહાય મળવાપાત્ર છે

દરીયાઇ ફીશીંગ બોટો માટે નવા મરીન એન્જીન ખરીદવા માટે ૨૫ ટકા સહાય

રાજયમાં હાલ આશરે ૧૭૦૦૦ જેટલી ટ્રોલર, ગીલનેટર, ડોલનેટર બોટો કાર્યરત છે. આ બોટો ઘણી જુની હોઇ તથા બોટોના જૂના એન્જીનની કાર્યક્ષમતામાં ઘટાડો થયેલ છે. અને તેના કારણે ડીઝલનો વપરાશ વધારે થાય છે. અને મત્સ્ય પકડાશ આરોગ્યપ્રદ સ્થિતિમાં જાળવવા અને માછીમારને માછલીનું વધારે વળતર મળી રહે તે માટે નવા એન્જીનની ખરીદી ઉપર સહાય આપવી જરુરી છે. ફીશીંગબોટોને નવા એન્જીનની ખરીદી ઉપર નવા એન્જીનની યુનિટ કોસ્ટ રુ.૮.૦૦ લાખના ૨૫ ટકા એટલે કે રુ.૨.૦૦ લાખ સહાય અથવા ખરેખર કરેલ ખર્ચના ૫૦ % સુધીની સહાય મળવાપાત્ર છે

માછીમારી બોટોનુ રજીસ્ટ્રેશન

ગુજરાત મત્સ્યોધોગ કયદો અને નિયમો-૨૦૦૩ મુજબ ગુજરાત રજ્યના દરિયાકાંઠેથી માછીમારી કરતી તમામ બોટોનુ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે.

માછીમારી બોટોનુ રજીસ્ટ્રેશન ReaL Craft એ મત્સ્યોદ્યોગ ખાતા માટે NIC દ્વારા બનાવવામાં આવેલ ઈ-ગવર્નન્સ વેબ બેઝ પોર્ટલ છે.આ પ્રોજેક્ટ માછીમારી કરતી બોટોના ઓન-લાઈન રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટેનો પ્રોજેક્ટ છે. દરિયાઈ સુરક્ષા સાથે સંકળાયેલ એજન્સીઓને આ વ્યવસ્થાથી દરેક ફીશીંગ બોટોની માહિતી જોઈએ ત્યારે મળી શકે. ReaL Craft દ્વારા માછીમારી કરતી બોટોનો રેકોર્ડ ઓન-લાઈન ઉપલબ્ધ થઈ શકશે. આ એપ્લીકેશન દ્વારા ભારતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો વિષેની જરૂરી માહિતી ગમે તે સમયે મેળવવી શકાય છે.

આ પ્રોજેક્ટ મુજબ તમામ દરિયાઈ રાજ્યોમાં સ્ટેટ લેવલ નેટવર્ક અને ઓન-લાઈન રજિસ્ટ્રેશન સીસ્ટમ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. NIC નવી દિલ્લી ખાતે આ માટે એક સેન્ટ્રલ સર્વર બનાવવામાં આવેલ છે. જેની સાથે તમામ રાજ્યોના ડેટા સંકળાયેલા રહેશે. ReaL Craft સાથે સંકળાયેલા મુખ્ય કાર્યક્રમમાં નૉલેજ પોર્ટલ, રજિસ્ટ્રેશન અને લાયસન્સની કામગીરી, લાયસન્સ રિન્યુ કરવાની કામગીરી, ડુપ્લીકેટ લાયસન્સ/રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ ઈસ્યુ કરવાની કામગીરી, બોટ માલિક કે ક્રુ મેમ્બર્સની માહિતીમાં થયેલ ફેરફાર, બોટની માહિતીમાં થયેલ ફેરફાર (એન્જીન, બોટની રચના, ગિઅર, ફ્યુઅલ ટેંક, લાઈફ સેવિંગ સાધનો, ઈન્સ્યોરન્સની માહિતી) વગેરેનો સમાવેશ થાય છે.NIC દ્વારા ઓનલાઈન બોટ રજિસ્ટ્રેશન માટે જરૂરી તમામ હાર્ડવેરની ખરીદી કરી ખાતાની સબંધિત જીલ્લા કચેરીઓમાં તેનુ ઈન્સ્ટોલેશનનુ કામ પૂર્ણ કરવામાં આવેલ છે.ખાતાની જીલ્લા કચેરીઓ દ્વારા ઓનલાઈન બોટ રજિસ્ટ્રેશન કામગીરી થાય છે.

માછીમારી માટેનુ લાયસન્સ

ગુજરાત મત્સ્યોધોગ કાયદો અને નિયમો-૨૦૦૩ મુજબ કોઇપણ બોટ માલિક નિર્દિષ્ટ વિસ્તારમા લાયસંસ વગર માછીમારી કરી શકશે નહિ. તે માટે લાયસંસ મેળવવુ આવશ્યક છે.

માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ પુરા પાડવા રાજ્ય સરકારે દરીયામા માછીમારી કરતા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે બાયોમેટ્રીક કાર્ડ આપવાનુ નિર્ધારેલ છે. તારીખ ૨૬/૧૧/૨૦૦૯ ના રોજ મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલાના પરિણામે દરિયાઈ સુરક્ષાના ભાગરૂપે કેન્દ્ર સરકારશ્રી દ્વારા તમામ દરિયાઈ માછીમારોને બાયોમેટ્રીક કાર્ડ આપવાની નવી યોજના અમલમાં મુકવામાં આવેલ. ભારત સરકારશ્રી દ્વારા નક્કી થયા મુજબ ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા પેપર બેઝ ડેટા કલેક્શન અને ફોટોગ્રાફ તથા ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરી કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય સુરક્ષા અંતર્ગત બાયોમેટ્રીક કાર્ડના પોલીસ વેરીફીકેશન માટેના ડેટાની સોફ્ટકોપી દરેક જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રીને મોકલી આપી પોલીસ વેરીફીકેશન કરાવવામાં આવેલ છે. રાજયમાં ૧,૬૮,૮૯૫ માછીમારોને બાયોમેટ્રીક કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે.

માછીમારી બોટોની કલર કોડની કામગીરી

દરિયામા મચીમારી કરતી તમામ બોટોને રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર તમામ બોટોમા નિયત કલર કોડ માટે ગુજરત મત્સ્યોધોગ કાયદો અને નિયમો-૨૦૦૩ ના ચેપ્ટર-૩, (૭)(૩૫) માં પણ જોગવાઇ કરવામા આવેલી છે. તેથી દરેક બોટ માલિકે તેની બોટો પર કેબિન અને બોટની બહારના ભાગે નિર્ધારિત કરેલ કલર કરવાનો રહે છે.

રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં દરિયામાં વિવિધ હેતુથી જતી બોટોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે સુરક્ષા એજન્સીઓ તરફથી માછીમારી કરતી બોટોનો કલર કરવાનુ નક્કી થયેલ છે. ભારત દેશના વિવિધ દરિયાઈ રાજ્યો માટે માછીમારી બોટોના કલર કોડ આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩ ની જોગવાઈ અનુસાર તથા તટરક્ષક દળ, કોસ્ટગાર્ડ વિભાગ (NW) ગાંધીનગરના પત્ર ક્રમાંક: ૭૦૧૪ તા. ૧૨/૦૪/૨૦૧૧ ને ધ્યાને લઈ ગુજરાત રાજ્યની માછીમારી બોટો માટે કલરકોડ નક્કી કરવામાં આવેલ છે. કલરકોડ મુજબ તમામ મત્સ્યબોટોના કેબીનમાં નારંગી રંગ, પઠાણમાં કાળો રંગ તેમજ સુકાનની ઓરડી (વ્હીલ હાઉસ) અથવા કેનોપીમાં નારંગી રંગ લગાડવાનુ નક્કી કરવામાં આવેલ છે.

આ કલરકોડ મુજબ વહાણનો રજિસ્ટ્રેશન નંબર કાળા રંગથી લખવો તેમજ કેબીન ઉપર તથા બોટના મોરાની બન્ને બાજુએ કાળા બેકગ્રાઉન્ડમાં સફેદ અક્ષરથી ફ્લોરેસેન્ટ ઓઈલ પેઈન્ટથી બોટનુ નામ, રજિસ્ટ્રેશન નંબર અંગ્રેજીમાં લખવા તથા આવા અક્ષરની ઉંચાઈ ૧૦ સેમી તથા પહોળાઈ ૨ સેમી ઓછી ન હોવી જોઈએ. યાંત્રિક અને બિન યાંત્રિક દરિયાઈ માછીમારી વહાણની ડાબી અને જમણી બાજુએ ચાર જગ્યાએ ભારતીય ધ્વજ ચીતરવો. ફીશીંગ બોટોના કલર કોડના કડક રીતે અમલ કરવા માટે જે ફીશીંગ બોટો એ કલર કોડનો અમલ ન કરેલ હોય તેવી ફીશીંગ બોટોને માછીમારો માટે જવા માટે ટોકન ઇસ્‍યુ કરવુ નહી તે મુજબની સૂચના આપવામાં આવેલ છે.

નો ફીશીંગ ઝોન

મત્સ્યોધોગ કાયદા-૨૦૦૩ મા થયેલ જોગવાઇ મુજબ કોઇપણ બોટ માલિક કે બોટના ટંડેલ પ્રતિબન્ધિત વિસ્તારમા કે “નો ફીશીંગ ઝોન” મા મછીમારી કરી શકશે નહી. નિયમનુ ઉલ્લન્ધન કરનારની સામે કાયદામા થયેલ જોગવાઇ મુજબ કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Importent links : fisheries gujarat gov in

 લોગ ઈન પેજઅહીં ક્લિક કરો
Contact PAGEઅહીં ક્લિક કરો
Official Websiteઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Division Address

Agriculture, Farmers Welfare and Co-operation Department
Secretary

Animal Husbandry, Cow Breeding, Fisheries and Cooperation
Block No. 5, 2nd floor,
New Sachivalaya,
Gandhinagar, Gujarat.
Ph. No: 079-23250328

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો