Connect with us

Trends

મકાઇમાંથી આ રીતે ઘરે બનાવો પૌષ્ટિક કોર્ન રોલ, આ રીતે બનાવો ઘરે

Published

on

અમેરિકન મકાઇમાંથી તમે અનેક ઘણી વાનગીઓ બનાવી શકો છો. મકાઇમાંથી અનેક વાનગીઓ એવી બને છે જે ચોમાસામાં ખાવાની મજા આવી જાય છે. તો આજે અમે તમને એક મસ્ત વાનગી શીખવાડીશું. જે મકાઇમાંથી ફટાફટ ઘરે બની જાય છે. આ વાનગી ખાવાની તમને બહુ જ મજા આવશે. વરસાદી વાતાવરણમાં મકાઇમાંથી બનતી વાનગીઓ ખાવાની બહુ જ મજા આવે છે. તો આજે પણ તમે ઘરે બનાવો કોર્ન રોલ્સ. કોર્ન રોલ્સ ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો.

મકાઇમાંથી આ રીતે ઘરે બનાવો પૌષ્ટિક કોર્ન રોલ

કોર્ન રોલ્સ ખાવાની બહુ જ મજા આવે છે. એમાં પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે કોર્ન રોલ્સ કોઇ ખાવા આપે તો મજા આવી જાય

મકાઇ પૌષ્ટિક કોર્ન રોલ – સામગ્રી

 • 5 અમેરિકન મકાઇ
 • 14 બ્રેડ સ્લાઇસ
 • છીણલું નારિયેળ
 • લીલા મરચા
 • ઝીણી સમારેલી ડુંગળી
 • ઝીણાં સમારેલા ટામેટાં
 • ગરમ મસાલો
 • મીઠું
 • કોથમીર
 • ચાટ મસાલો
 • લાલ મરચું 

મકાઇ પૌષ્ટિક કોર્ન રોલ બનાવવાની રીત

 • કોર્ન રોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ મકાઇને છોલીને એની બે પાણીથી ચોખ્ખી ધોઇ લો.
 • હવે આ મકાઇને કુકરમાં બાફી લો. કુકરમાં બાફતી વખતે ચપટી મીઠું અને હળદર ખાસ નાંખજો જેથી કરીને મકાઇ મીઠી લાગે. જો તમે મીઠું અને હળદર નાંખતા નથી તો મકાઇ સ્વાદમાં ફિક્કી લાગશે.
 • હવે ટામેટા, ડુંગળી અને લીલા મરચાને ઝીણાં સમારી લો.
 • હવે બાફેલી મકાઇને અધકચરી પીસી લો.
 • અધકચરી બાફેલી મકાઇને હવે એક બાઉલમાં લઇ લો.
 • ત્યારબાદ આ મકાઇમાં મીઠું, ચપટી લાલ મરચુ, કોથમીર, ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું અને છીણેલું નારિયેળ નાંખીને આમાં બરાબર મિક્સ કરી લો.
 • હવે બ્રેડ લો અને એમાંથી ચારેબાજુની કિનારી કટ કરી લો.
 • પછી બ્રેડની સ્લાઇસને પાણીમાં બોળીને એને બે હાથેથી હળવા હાથે બરાબર દબાવી લો.
 • હવે આ સ્લાઇસ પર મસાલો ભરો અને પછી રોલ કરો.
 • આ બધી પ્રોસેસ થઇ જાય પછી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. આ તમારે ફાસ્ટ ગેસે તળવાનું રહેશે. ભૂલથી પણ ગેસ ધીમો કરતા નહિં.
 • તેલ ગરમ થઇ જાય એટલે એમાં બનાવેલો રોલ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.
 • તો તૈયાર છે કોર્ન રોલ્સ.

મહત્વપૂર્ણ લિંક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
મકાઇમાંથી આ રીતે ઘરે બનાવો પૌષ્ટિક કોર્ન રોલ
મકાઇમાંથી આ રીતે ઘરે બનાવો પૌષ્ટિક કોર્ન રોલ

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending