google news

મફત છત્રી યોજના 2022, આજથી શરુ અહીંથી કરો ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in

મફત છત્રી યોજના 2022 | Ikhedut yojana 2022 | Mafat Chatri Yojana In Gujarat 2022 | I khedut Portal 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી | ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના | મફત છત્રી યોજના 2022 | Mafat Chatri Yojana Gujarat 2022 | Free Chatri Yojana Gujarat | Free Umbrella Yojana Gujarat 2022 | Mafat Chatri Sahay Gujarat 2022

ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

મફત છત્રી યોજના 2022 વિગતો

Table of Contents

યોજનાનું નામવિનામૂલ્યે છત્રી સહાય યોજના
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2022
મળવાપાત્ર લાભઆ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. • આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
મફત છત્રી યોજના 2022
મફત છત્રી યોજના 2022

ગુજરાતમાં મફત છત્રી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. Power Mafat Chatri Yojana in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

The purpose of the Mafat Chatri Sahay Gujarat 2022

બાગાયતી યોજના ગુજરાત દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. તે માટે આ મફત છત્રી યોજના સહાય આપવામાં આવે છે.

વિનામૂલ્યે છત્રી સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિનામૂલ્યે છત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ મફત છત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
  2. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

આ પણ વાંચો- લાઇટ બિલ ઓનલાઈન તપાસો, જુઓ સંપૂર્ણ માહિતી

વિનામૂલ્યે છત્રી સહાય માટે રિમાર્ક્સ

  • આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યાબાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત ક્ચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાનાં રહેશે.
  • અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
  • પસંદ થયેલ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવા જે તે જીલ્લા કચેરીએથી જણાવવામાં આવશે.
Image Source :- I khedut Portal https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/

Image Source Url – Click Here તમારી જાણ માટે

વિનામૂલ્યે છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી વિનામૂલ્યે છત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. અરજદારનો આધારકાર્ડ
  2. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  3. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  4. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  5. અરજદારના રેશનકાર્ડની નકલ
  6. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  7. અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  8. અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  9. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

આ પણ વાંચો- ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023

વિનામૂલ્યે છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયાHow to Apply for Mafat Chatri Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજના લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 71 – “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
મફત છત્રી સહાય યોજના 2022
મફત છત્રી સહાય યોજના 2022
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો? તમારે સિલેક્ટ કરવાનું રહેશે
મફત છત્રી યોજના 2022
મફત છત્રી યોજના 2022
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
Mafat Chatri Yojana Gujarat 2022
Mafat Chatri Yojana Gujarat 2022
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Mafat Chatri Sahay Yojana 2022

વિનામૂલ્યે છત્રી સહાય યોજનામાં અરજદારે 29/08/2022 થી 30/08/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વિનામૂલ્યે છત્રી યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ આવિનામૂલ્યે છત્રી સહાય યોજના ચલાવવામાં આવે છે.

મફત છત્રી યોજનામાં કેટલો લાભ મળશે ?

આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

મફત છત્રી યોજના છેલ્લી તારીખ કઈ છે ?

વિનામૂલ્યે છત્રી સહાય યોજનામાં અરજદારે 29/08/2022 થી 30/08/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Gujarat Mafat Chatri Yojana નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો