બીમા સખીઓ વીમા જેવા સેક્ટરના વિસ્તારની જવાબદારી સંભાળી પરિવારોને સામાજિક સુરક્ષાનું કવચ પૂરું પાડશે 1 પાનીપત ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણામાં બીમા સખી યોજનાની શરૂઆત કરી છે.
વડાપ્રધાને બીમા સખી યોજનાની શરૂઆત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે યોજનાની વિશેષતાઓ કહી હતી. સાથે જ કહ્યું કે, વર્ષો સુધી મહિલાઓ પાસે બેંક ખાતાં જ નહોતાં. આ યોજના હેઠળ બે લાખ મહિલાઓને રોજગારની તક મળશે. બીમા સખીઓ દેશના પરિવારોને સામાજિક સુરક્ષાનું કવચ પ્રદાન કરશે. બીમા સખી યોજના મહિલા સશક્તીકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
2 લાખ મહિલાઓને રોજગારી મળશે
આ યોજનાથી મહિલાઓ સશક્ત થવા સાથે જ આર્થિક રીતે આત્મનિર્ભર બનશે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે આઝાદીનાં ઘણાં વરસો સુધી મહિલાઓ પાસે બેંક ખાતાં નહોતાં. અમારી સરકારે સૌથી પહેલાં મહિલાઓ અને બહેનોનાં બેંક ખાતાં ખોલાવ્યાં.
બીમા સખી યોજના થકી મહિલાઓને રોજગારી મળશે
જન ધન યોજનાથી ૩૦ કરોડ કરતાં વધારે મહિલાઓનાં ખાતાં ખૂલ્યાં છે. જો આ જન ધન ખાતાં ન હોત તો ગેસ સબસિડીના પૈસા સીધા તમારા ખાતામાં ન આવી શક્યા હોત. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ન મળ્યો હોત. વડાપ્રધાને કહ્યું કે વીમા જેવા સેક્ટરના વિસ્તારની જવાબદારી પણ મહિલાઓને મળી છે.
બીમા સખી યોજના હેઠળ બે લાખ મહિલાઓને રોજગારની તક મળશે. બીમા સખીઓ દેશના પરિવારોને સામાજિક સુરક્ષાનું કવચ આપશે.