Connect with us

Education

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 30 સપ્ટેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

Published

on

ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. 1994માં સ્થાપિત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા હાલમાં 80થી વધુ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી સપ્ટેમ્બર રાખવામાં આવી છે. જેમાં પ્રવેશ માટે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે. આ યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.ડૉ. અમી ઉપાધ્યાયના નેતૃત્વ અને પ્રયાસોને પરિણામે છેલ્લાં અઢી વર્ષમાં અનેક નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

  • સાત નવા અભ્યાસક્રમો, સરકારી નોકરી માટે જરૂરી CCCમાં પ્રવેશ પણ મેળવી શકાશે
  • ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધાથી કોઈ પણ યુનિવર્સિટીમાં અધૂરો રહેલો અભ્યાસ પૂર્ણ કરીને ડિગ્રી મળશે

80થી વધારે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે
આ ઓપન યુનિવર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ, કોમ્પ્યૂટર, મેનેજમેન્ટના વિષયો ઉપરાંત યોગ, ફેશન ડિઝાઇનિંગ, જર્નલિઝમ, સોશિયલ વર્કથી લઈને સાઇબર સિક્યુરિટી સુધીના અનેક વિષયમાં સર્ટિફિકેટથી લઈને પીએચ.ડી. સુધીના 80થી વધારે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે. ઓનલાઇન એડમિશન માટે તમે આ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ www.baou.edu.in-ની મુલાકાત લઈ શકો છો. એડમિશન અંગે વધુ જાણકારી માટે યુનિવર્સિટીનાં છ પ્રાદેશિક કેન્દ્રો (રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, ભૂજ અને છોટા ઉદેપુર) તથા રાજ્યભરમાં ફેલાયેલા 250થી વધારે અભ્યાસકેન્દ્રોની મુલાકાત લઈ શકાય છે.

યુજીસી તરફથી નવા સાત અભ્યાસક્રમો માટે મંજૂરી મળી
જુલાઈ-21ના સત્રથી જ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને યુજીસી તરફથી નવા સાત અભ્યાસક્રમો માટે મંજૂરી મળી ચૂકી છે. આ નવા અભ્યાસક્રમોમાં ચાર માસ્ટર ડિગ્રીના કોર્સીસ છે તો બે ગ્રેજ્યુએશન સ્તરના કોર્સીસ છે અને એક સર્ટિફિકેટ કોર્સ છે. નવા શરૂ થયેલા અભ્યાસક્રમોમાં – માસ્ટર ઑફ કોમર્સ (M.Com.), માસ્ટર ઑફ આર્ટ્સ ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન(MA-JMC), માસ્ટર ઑફ સાયન્સ – ઇન્ફર્મેશન ટેક્નોલોજી (M.Sc.IT), માસ્ટર ઑફ સાયન્સ – સાઇબર સિક્યોરિટી (M.sc.-CS), બેચલર ઑફ સાયન્સ (ઓનર્સ) – ઇન્ફર્મેશન ટેક્નોલોજી (B.Sc.(Hons)IT), બેચલર ઑફ સોશિયલ વર્ક (BSW) અને સર્ટિફિકેટ ઇન ઇન્ડિયન પોએટિક્સનો સમાવેશ થાય છે.

2020માં આટલા કોર્સ શરૂ થયાં
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અગાઉ જુલાઈ, 2020માં ત્રણ સર્ટિફિકેટ કોર્સ, પાંચ ડિપ્લોમા કોર્સ, ચાર બેચલર કોર્સ, એક માસ્ટર કોર્સ ઉપરાંત આઠ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કમ્પ્યૂટર એપ્લિકેશન, જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશન, ફેશન ડિઝાઇનિંગ, ઓડિયો એન્ડ વિડિયો ટેક્નોલોજી, મલ્ટિમીડિયા એન્ડ એનિમેશન, સાઇબર સિક્યુરિટી, મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, સાઇબર લૉ, હ્યુમન રિસોર્સ, સોશિયલ વર્ક, માર્કેટિંગ, ફાઇનાન્સ વગેરે વિષયના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending