Connect with us

SarkariYojna

જાણો કોણ હતા નેતાજી સુભાષચંન્દ્ર બોઝ, ક્રાંતિવીર નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જીવન યાત્રા

Published

on

ક્રાંતિવીર નેતાજી સુભાષચંન્દ્ર બોઝ: સુભાષચંદ્ર બોઝનો 23 જન્મ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ ઓરીસ્સા રાજ્યના કટક શહેરમાં વસતા બંગાળી પરિવારમાં નવમા સંતાન તરીકે જન્મ થયો હતો.દેશમાં ભયંકર મહામારીઓ વચ્ચે જન્મેલા આ બાળક કુદરતી રીતે બચી ગયું. દેશમાં અંગ્રેજી શાસન દેશભરમાં ની બીમારી , મહામારીઓ સામે કોઇ જ રાહત આપી રહ્યું ન હતું. અંગ્રેજ શાસકો ને ભારતની મહામારીઓનો સામનો કરી રહેલી પ્રજા માટે કોઈ ચિંતા હતી જ નહીં

નેતાજી સુભાષચંન્દ્ર બોઝ જીવન ચરિત્ર

જન્મની વિગત૨૩ જાન્યુઆરી,૧૮૯૭, કટક,ઓરિસ્સા
મૃત્યુની વિગત૧૮ ઓગસ્ટ ૧૯૪૫ (વિવાદાસ્પદ)-તાઇવાન
મૃત્યુનું કારણ હવાઇ દુર્ઘટના (વિવાદાસ્પદ)
હુલામણું નામ સુભાષબાબુ
અભ્યાસઆઇ.સી.એસ.(સને:૧૯૨૧)
ખિતાબનેતાજી
રાજકીય પક્ષ કોંગ્રેસ,ફૉરવર્ડ બ્લૉક,
માતા-પિતા પ્રભાવતી , જાનકીનાથ બોઝ

જાણો કોણ હતા નેતાજી સુભાષચંન્દ્ર બોઝ

સુભાષબાબુ ધોરણ-૧૦ પાસ કરી કોલકતાની કોલેજમાં દાખલ થયા. કોલેજ કાળમાં અંગ્રેજ પ્રોફેસરના ભારતીય વિદ્યાર્થીઓ ઉપરના ત્રાસ સામે અવાજ ઉઠાવી ક્રાંતિકારી વ્યકિતત્વની ઓળખ આપી.

નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્વાધીન સંપ્રભુતા ભારતનો ભારતીઓને વિશ્વાસ આપ્યો હતો અને ખુબ જ આત્મવિશ્વાસ ગર્વ અને સાહસ પુર્વક અંગ્રેજો સામે કહ્યું હતું કે, “હું સ્વતંત્રતાને ભીખમાં નહી લઉં ” હિંદુસ્તાન હવે ગુલામ રહી શકે નહીં કોઈ તાકાત ગુલામ રાખી શકે નહીં….

ક્રાંતિવીર નેતાજી સુભાષચંન્દ્ર બોઝ

“અને તેમણે ભારતની ધરતી ઉપર પહેલી આઝાદ ભારત સરકારની સ્થાપના કરી હતી. ભારતની આઝાદીના મહાનાયક નેતાજી સુભાષબાબુ પ્રત્યે દેશ આજે નત મસ્તકે શ્રધ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે અને આવનારી પેઢીને નિરંતર પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાથી નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિને “પ્રરાક્રમ “રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે અને ભારત સરકાર દિવસે આપદા પ્રબંધન ક્ષેત્રે શ્રેષ્ટ કામગીરી કરનાર સાહસિક જવાનો ને પુરસ્કારો અર્પણ સન્માન આપવામાં આવે છે.

આઝાદ હિન્દ ફોજ દ્વારા આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર સ્વાધીન ભૂ ભાગ જાહેર કરી પોતાની રાષ્ટ્રિય બેંક , પોતાની નાણાકીય મુદ્રા, ડાક ટીકીટ ટપાલ ,ગુપ્તચર તંત્ર, આઝાદ હિંદ રેડિયો, વગરે થી સજજ થઇને અંગ્રેજ હકૂમત ને હચમચાવી નાખી હતી

સુભાષ ચંદ્ર બોઝ સ્પષ્ટ વક્તા હતા તેઓ માત્ર દેશ ની આઝાદી ઇચ્છતા હતા . બીજા વિશ્વયુદ્ધ માં અંગ્રેજો દ્વારા ભારત ને સામેલ કરાતા સુભાષબાબુ એ વિરોધ કર્યો હતો ત્યારે અંગ્રજો એ તેઓને જેલમાં કેદ કર્યા હતા….ત્યારબાદ જેલ માં ભૂખ હડતાળ ઉપર જતા અંગ્રજો એ તેઓને જેલમાંથી મુક્ત કરી ઘરમાં જ કેદ કર્યાં ત્યારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભાગી છૂટયા અને જર્મની પહોચી ગયા હતા.

અંગ્રેજો સામે લડવા માટે અંગ્રેજ થવું પડે તેવી તેમના પિતાનીજી ની સલાહ મુજબ સુભાષ બાબુ આઇ.સી.એસ થવા ઇંગ્લેન્ડ ગયા અને ચોથા ક્રમે પાસ થઇને આવ્યા.પરંતુ અંગ્રેજી હકુમત સામે મનમાં ભારે રોષ હોવાના કારણે અંગ્રેજી સીવીલ સર્વીસની નોકરી છોડી દીધી અને ભારતમાં આઝાદીના જંગમાં જોડાયા.

આંદામાન નિકોબારમાં સુભાષચંદ્ર બોઝ દ્વારા સૌપ્રથમ તિરંગો લહેરાવ્યો હતો ત્યાં એક ટાપુ ઉપર સુભાષબાબનું વિશેષ સ્મારક બનાવાયું છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શુભ હસ્તે ખુલ્લુ મુંકાયું હતું. આંદામાનના એક ટાપુ નું નામ પણ સુભાષબાબુના નામથી નામકરણ કરવામાં આવ્યું છે.સાથે સાથે નેતાજી સાથે જોડાયેલી ફાઇલો,પત્રવ્યવહારો પણ દિલ્હી ખાતે જાહેરમાં મુકવાનું કામ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના શુભ હસ્તે થયું હતું.

લાલકિલ્લામાં પણ વધુ એક સ્મારક બને તેવું આયોજન વર્તમાન ભારત સરકાર દ્વારા થઇ રહ્યું છે.પહેલીવાર આઝાદ હિંદ ફોઝના સૈનિકોનું સન્માન આટલા વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શુભહસ્તે કરવામાં આવ્યું હતું.દેશની આઝાદી બાદ સૌ પ્રથમવાર સુભાષચંદ્ર બોઝ અને તેમના જીવન સાથે જોડાયેલી ઘટનાઓને અત્યારે યાદ કરી સન્માન આપવામાં આવી રહ્યું છે.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી નેતાજીએ બીજો માર્ગ શોધવો રહ્યો હતો. તેમણે રશિયા પાસેથી સહાયતા માગવાનું નક્કી કર્યું 18 ઓગષ્ટ 1945ના રોજ નાતાજી વિમાન મારફત માંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ લાપતા બની ગયા હતા. ત્યાર બાદ તેઓ કોઈને જોવા મળ્યા ન હતા.

વિમાન દુર્ધટના (વિવાદાસ્પદ)ના કારણે તેમનું અવસાન 18 ઓગષ્ટ 1945ના રોજ થયું હતું.

જાણો કોણ હતા નેતાજી સુભાષચંન્દ્ર બોઝ
જાણો કોણ હતા નેતાજી સુભાષચંન્દ્ર બોઝ

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending