Connect with us

SarkariYojna

કિસાન પરિવહન યોજના

Published

on

યોજનાની વિગતવાર માહિતી

કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી સને ૨૦૨૦-૨૧થી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે. ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

યોજનાના લાભ

યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

Kishan Parivahan Yojna 2020 Official Paripatra PDF

Kishan Parivahan Yojna Online Application

યોજના ગુજરાતીમાં જાણવા માટે અહીં ક્લિક કરો.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.

Trending