Connect with us

SarkariYojna

કિંજલ દવેની પાંચ વર્ષ બાદ સગાઈ તૂટી,સોશ્યલ મીડિયા પર એક પણ તસવીર નથી

Published

on

કિંજલ દવેની પાંચ વર્ષ બાદ સગાઈ તૂટી : લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી હોવાની ચર્ચા સો.મીડિયામાં જોરશોરથી થઈ રહી છે. કિંજલ દવેએ પાંચ વર્ષ પહેલાં પવન જોષી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવેએ સો.મીડિયામાં કલાક પહેલાં જ પોતાની ફ્રેન્ડ્સ સાથે અમદાવાદ એરપોર્ટની તસવીર શૅર કરી હતી.

કિંજલ દવેની પાંચ વર્ષ બાદ સગાઈ તૂટી

દિવ્ય ભાસ્કરે કિંજલ દવેને મેસેજ કરીને આ સમાચાર સાચા છે કે ખોટાં તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. કિંજલ દવેએ સગાઈ તૂટી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો અને એમ કહ્યું હતું કે આ તેની પર્સનલ મેટર છે. (દિવ્ય ભાસ્કર કિંજલ દવેની પ્રાઇવસી તથા લાગણીનું માન રાખે છે.)

કિંજલ દવેની પાંચ વર્ષ બાદ સગાઈ તૂટી
કિંજલ દવેની પાંચ વર્ષ બાદ સગાઈ તૂટી

કિંજલ દવેના સો.મીડિયામાં પવન જોષીની એક પણ તસવીર નથી

દિવ્ય ભાસ્કરે જ્યારે કિંજલ દવેનું સો.મીડિયા અકાઉન્ટ ચેક કરતાં એ વાત ધ્યાનમાં આવી હતી કે તેના ઇન્સ્ટા પેજમાં હાલ પૂરતી પવન જોષી સાથેની એક પણ તસવીર જોવા મળતી નથી. પવન જોષીના સો.મીડિયા અકાઉન્ટમાં કિંજલ સાથેની તસવીરો હજી પણ જોવા મળે છે.

પાંચ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી

પાંચ વર્ષ પહેલાં ગુજરાતી સિંગર કિંજલ દવેએ પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં અખાત્રીજ દિવસે મિત્રો ને પરિવારજનોની હાજરીમાં રિંગ સેરેમની યોજાઈ હતી. ગુજરાતી લોકગીત અને લોકસંગીતમાં ઊંચાઈ પર રહેલી કિંજલે નાની ઉંમરે જ નામનાની સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો હતો.

પવનનો પરિવાર બેંગલુરુમાં રહેતો હતો

મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના પવન જોષી પોતાના પિતાની ધંધાર્થે બેગલુરુમાં હોવાથી ત્યાં વર્ષો સુધી રહ્યા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેઓ અમદાવાદમાં રહે છે. જોકે, તેનો પરિવાર હજુ ખાસ લાઈમ લાઈટમાં નથી. પવનના પરિવાર વિશે સરિયદ ગામમાં ખાસ પ્રસંગે જ જતો હોવાનું સ્થાનિક જણાવે છે.

સો.મીડિયામાં લાખો ચાહકો

કિંજલ દવેના સો.મીડિયા ફોલોઅર્સની વાત કરીએ તો ઇન્સ્ટામાં તેના 27 લાખ અને ફેસબુકમાં 28 લાખ ફોલોઅર્સ છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં..’ ગીતથી કિંજલ દેવનું નામ ઘેર-ઘેર જાણીતું બન્યું હતું. આ ગીતની સફળતા બાદ કિંજલે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. કિંજલે ગયા વર્ષે મુંબઈમાં નવરાત્રિ શો કર્યા હતા. આ ઉપરાંત કિંજલ દવે વિદેશમાં પણ શો પર્ફોર્મ કરતી હોય છે.

કિંજલ દવે કેનેડામાં ટૂર કરશે

કિંજલ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં કેનેડામાં ટૂર કરવાની છે. કિંજલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

Source : Divyabhaskar Com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending