Connect with us

CurrentAffairs 

ખેલ રત્ન પુરસ્કાર 2021

Published

on

ખેલ રત્ન પુરસ્કાર 2021 | તાજેતરમાં 2021ના વર્ષ માટે એનાયત કરવામાં આવેલા પુરસ્કારો જેવા કે મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મેજર ધ્યાનચંદ પુરસ્કાર, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી વિશે માહિતી આપવામાં આવી છે. અને 2021ના વર્ષના વિજેતાઓની યાદી પણ આપવામાં આવી છે. 

ખેલ રત્ન પુરસ્કાર 2021

મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર

જુનુ નામ : રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર

>> મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રમત-ગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ છે.

>> આ પુરસ્કારની શરૂવાત વર્ષ 1991-92માં થઈ હતી

>> આ પુરસ્કારમાં 25 લાખ રૂપિયાની ઈનામ રાશી સાથે એક પ્રશસ્તિપત્ર અને ટ્રોફી આપવામાં આવે છે.

>> પ્રથમ પુરસ્કાર ભારતના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો

વર્ષ 2021માં ભારતના 12 ખેલાડી ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Khel Rratna Award 2021

મેજરધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2021ના વિજેતાઓ

ખેલાડીરમતસબંધિત રાજય
નીરજ ચોપડાભાલાફેંકહરિયાણા
મિતાલી રાજક્રિકેટરાજસ્થાન
રવિ કુમાર દહીયાકુશ્તીહરિયાણા
કૃષ્ણા નાગરપેરા બેડમિન્ટનરાજસ્થાન
મનપ્રીત સિંહહોકીપંજાબ
સુનિલ છેત્રીફૂટબોલતેલંગાણા
સુમિત અન્ટિલપેરા એથ્લિટ્સહરિયાણા
લેવાલીના બોરગોહૈનમુક્કેબાજીઅસામ
પી.આર. શ્રીજેશહોકીકેરળ
અવની લેખારાપેરા શૂટિંગરાજસ્થાન
મનીષ નરવાલપેરા શૂટિંગહરિયાણા
પ્રમોદ ભગતપેરા બેડમિન્ટનબિહાર

અર્જુન એવોર્ડ

>> અર્જુન એવોર્ડ આપવાની શરૂવાત વર્ષ 1961માં કરવામાં આવી હતી.  

>> અર્જુન એવોર્ડ રમત ગમત ક્ષેત્રે સારા પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે.

>> આ પુરસ્કારમાં ખેલાડીને ભેટ સ્વરૂપે એક ટ્રોફી અને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે.

>> તાજેતરમાં 2021ના વર્ષમાં 35 ખેલાડીને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો.

અર્જુન એવોર્ડ 2021ના વિજેતાઓ

ખેલાડીસબંધિત રમત
અરપિંદર સિંહએથ્લિટ્સ
યોગેશ કથુનીયાપેરા એથ્લિટ્સ
નિષાદ કુમારપેરા એથ્લિટ્સ
પ્રવીણ કુમારપેરા એથ્લિટ્સ
સિમરનજીત કૌરમુક્કેબાજી
શિખર ધવનક્રિકેટ
સીએ ભવાની દેવીતલવારબાજી
મોનિકાહોકી
વંદના કટારીયાહોકી
દિલપ્રીત સિંહહોકી
હરમનપ્રીત સિંહહોકી
બીરેંન્દ્ર લાડકાહોકી
સુમિતહોકી
નિલકાંત શર્માહોકી
હાર્દિક સિંહહોકી
રૂપિંદર પાલ સિંહહોકી
સુરેન્દ્ર કુમારહોકી
શમશેર સિંહહોકી
અમિત રોહિદાસહોકી
લલિત કુમાર ઉપાધ્યાયહોકી
વરુણ કુમારહોકી
સિમરનજીત સિંહહોકી
વિવેક સાગર પ્રસાદહોકી
ગુરજંત સિંહહોકી
મનદીપ સિંહહોકી
સુહાશ યતિરાજપેરા બેડમિન્ટન
સિંહરાજ અધાનાપેરા નિશાનેબાજી
ભાવના પટેલપેરા ટેબલ ટેનિસ
હરવીંદર સિંહપેરા તીરાંદાજી
શરદ કુમારપેરા એથ્લિટ્સ
હિમાની ઉત્તમ પરબમલ્લખંબ
અભિષેક વર્માનિશાનેબાજી
અંકિતા રૈનાટેનિસ
દિપક પુનિયાકુશ્તી
સંદીપ નરવાલકબ્બડી

દ્રોણાચાર્ય એવોર્ડ

>> આ પુરસ્કાર વિવિધ રમતના શ્રેષ્ઠ કોચને આપવામાં આવે છે.

>> દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરુવાત ઇ.સ 1985થી કરવામાં આવી છે.

>> દ્રોણાચાર્ય એવોર્ડ બે શ્રેણીમાં આપવામાં આવે છે.

1). લાઈફટાઈમ શ્રેણી

2). નિયમિત શ્રેણી

>> જેમાં લાઈફટાઈમ શ્રેણીમાં 15 લાખ ઈનામ રાશી અને નિયમિત શ્રેણીમાં 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

લાઈફટાઈમ શ્રેણીમાં 2021ના વિજેતા

>> લાઈફટાઈમ શ્રેણીમાં વિજેતાઓને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

કોચનું નામસબંધિત રમત
તપન કુમારસ્વિમિંગ
સરપાલ સિંહહોકી
આસાન કુમારહોકી
સરકાર તલવારક્રિકેટ
ટી.પી યોસેફએથ્લેટીક્સ

નિયમિત શ્રેણીમાં 2021ના વિજેતા

>> નિયમિત શ્રેણીમાં વિજેતાઓને 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

કોચનું નામસબંધિત રમત
સુબ્રમણ્યમ રમનટેબલ ટેનિસ
સંધ્યા ગુરુંગબોક્સિંગ
રાધાક્રુષ્ણ નાયરએથ્લેટીક્સ
પ્રિતમ સિવાયહોકી
જય પ્રકાશ નોટિયાલપેરા શૂટિંગ

મેજર ધ્યાનચંદ પુરસ્કાર

નોધ : મેજર ધ્યાનચંદ પુરસ્કાર કોચને આપવામાં આવે છે. જ્યારે  મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ખેલાડીને આપવામાં આવે છે. 

>> આ પુરસ્કાર કોચને આપવામાં આવે છે.

>> જેમાં 10 લાખ રૂપિયા ઈનામ રાશી આપવામાં આવે છે.  

>> આ પુરસ્કાર આપવાની શરુવાત વર્ષ 2002થી કરવામાં આવી છે.

>> મેજર ધ્યાનચંદ પુરસ્કારના પ્રથમ વિજેતા શાહુરાજ બિરાજદારઅશોક દીવાન અને અર્પણા ઘોષ છે.

મેજર ધ્યાનચંદ પુરસ્કાર 2021ના વિજેતા

કોચનું નામસબંધિત રમત
અભિજિત કુંતેચેસ
વિકાસ કુમારકબ્બડી
લેખાં કોચીબોક્સિંગ
સાજન સિંહકુશ્તી
દેવેન્દ્રસિંહ ગરચાહોકી

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી

આ ટ્રોફી આપવાની શરૂવાત ઇ.સ 1956-57માં કરવામાં આવી છે.

>> આ ટ્રોફી વિજેતા યુનિવર્સિટીને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

>> મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના પ્રથમ વિજેતા બોમ્બે યુનિવર્સિટી છે.

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2021ના વિજેતા

પંજાબ યુનિવર્સિટીપટિયાલા

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

Trending