SarkariYojna
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ, ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે ઉમેદવારો
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ : ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે ઉમેદવારો , આજે લેવાનારી જુનિયર કલાર્કની પરીક્ષા રદ, પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે.
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
જુનિયર ક્લાર્ક પરીક્ષા સ્ટેટ્સ | પરીક્ષા રદ્દ |
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ | એપ્રિલ માસમાં લેવામાં આવશે |
જોબનો પ્રકાર | ગુજરાત સરકારી નોકરીઓ |
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ , વાંચો પંચાયત વિભાગની નોટિફિકેશન

ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે ઉમેદવારો
જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. ઉમેદવારોના વિશાળ હિતમાં સદર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. ઉપરોકત પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશપત્ર (કોલલેટર/હોલ ટીકીટ) અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે
આ પણ વાંચો : શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ? તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહી ક્લિક કરો
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
પરીક્ષા રદ્દ કરવા અંગેની જાહેરાત | અહીં ક્લિક કરો |
વાંચો પંચાયત વિભાગની નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017 વર્ષના, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in