google news

Junior Clerk Exam Date: જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ, જુઓ ક્યારે લેવાશે રદ્દ થયેલ પરીક્ષા

Junior Clerk Exam Date 2023 : જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ (Gujarat Junior Clerk Exam 2022 Cancelled) થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ (Junior Clerk New Exam Date 2023) ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. GPSSB નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક
પરીક્ષાની નવી તારીખ09 એપ્રિલ 2023
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, આ પોસ્ટ અમે 29 જાન્યુઆરી 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો

જુનિયર ક્લાર્ક પરીક્ષાની નવી તારીખ

જાણો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવા પાછળનું કારણ

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.

રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો