SarkariYojna
જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ (Gujarat Junior Clerk Exam 2022 Cancelled) થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
પરીક્ષાની નવી તારીખ | 09 એપ્રિલ 2023 |
જોબનો પ્રકાર | ગુજરાત સરકારી નોકરીઓ |
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |

મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, આજે અમે હસમુખ પટેલે સર એ મુકેલ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 15 ફેબ્રુઆરી 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ , વાંચો પંચાયત વિભાગની નોટિફિકેશન
જાણો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવા પાછળનું કારણ
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે
આ પણ વાંચો : શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ? તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023
લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું હતુ સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની સૂચના અપાઇ હતી. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં હતા.
રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહે તેવી વ્યવસ્થા કરાઇ હતી. જો કે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા મહેનત કરીને પરીક્ષા આપતા ઉમેદવારો નિરાશ થયા છે.
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
નવી તારીખ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017 વર્ષના, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in