--ADVERTISEMENT--

ભરૂચ : ભારત દેશની નાગરિક સુરક્ષા દળ માં જોડાવા માટે સ્વયંસેવકોને આમંત્રણ- અહીંથી સ્વયંસેવક તરીકે જોડાઓ

ભરૂચ : ભારત દેશની નાગરિક સુરક્ષા દળ માં જોડાવા માટે સ્વયંસેવકોને આમંત્રણ- અહીંથી સ્વયંસેવક તરીકે જોડાઓ
--ADVERTISEMENT--

ભરૂચવાસીઓ ભારત દેશની નાગરિક સુરક્ષા દળ (Civil Defence) માં જોડાવા માટે સ્વયંસેવકોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ માટે કઈ રીતે રજિસ્ટર કરવું જેની તમામ માહિતી નીચે આપેલ છે.

--ADVERTISEMENT--

આપણે દેશ. ભારત, એક સમૃદ્ધ સંસ્કૃતિ, ઇતિહાસ અને વિવિધતાનું પ્રતીક છે. આજે, આપણે એક એવા સમયમાં ઊભા છીએ જ્યાં આપણા દેશની પ્રગતિ અને વિકાસ માટે દરેક નાગરિકનું યોગદાન અમૂલ્ય છે. આપણે સૌએ સામૂહિક રીતે આગળ વધીને આપણા દેશની સેવા કરવાનો સમય આવી ગયો છે!

નાગરિક સુરક્ષા દળ કુદરતી આફતો અને માનવસર્જિત આપત્તિઓ સમયે સમુદાયની રક્ષા કરવામાં અને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે આ દળમાં જોડાઈને દેશ અને સમાજની સેવા કરી શકો છો.

અમે તમામ ઉત્સાહી અને દેશભક્ત નાગરિકોને (૧૮ વર્ષ અને તેથી ઉપરના ભારતના નાગરીકોને) સ્વયંસેવક તરીકે જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. તમારી કુશળતા, સમય અને જુસ્સો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. ભલે તમે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, સ્વચ્છતા કે અન્ય કોઈ ક્ષેત્રમાં યોગદાન આપવા ઈચ્છતા હો, તમારું દરેક પગલું ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવશે.

આપણે શું કરી શકીએ?

  • ગામડાઓ અને શહેરોમાં જાગૃતિ ફેલાવીએ
  • બચાવ અને રાહત કામગીરી
  • પ્રાથમિક સારવાર અને તબીબી સહાય
  • આગ ઓલવવામાં મદદ
  • સંચાર અને પરિવહન વ્યવસ્થા જાળવવી
  • આશ્રયસ્થાનોનું સંચાલન
  • સમુદાયને આપત્તિઓ માટે તૈયાર કરવો

જો તમે આ દેશસેવાના પવિત્ર કાર્યમાં ભાગ લેવા ઈચ્છો, તો આ સાથે આપેલ લીંકમાં / સ્કેનરને સ્કેન કરી તમારું નામ સંપર્ક વિગતો અને તમે કયા ક્ષેત્રમાં યોગદાન આપવા માગો છો તેની માહિતી અમને મોકલો, અથવા તમારા તાલુકાની મામલતદાર કચેરી અને શહેરી વિસ્તારમાં નગરપાલીકાનો સંપર્ક કરો. અમે તમને યોગ્ય તકો અને માર્ગદર્શન પૂરું પાડીશું.

Google Link: Register Here

નોંધ : આ પૈકી કોઈપણ એક પૂરવાની નકલ જોડવી / સાથે લાવવી જરૂરી છે.

  1. આધારકાર્ડ
  2. રેશન કાર્ડ
  3. ઘરવેરા /લાઇટ બીલ
  4. ચૂંટણી કાડ
  5. ડ્રાઇવિંગ લાઇસન્સ
  6. શાળા છોડયાના
  7. પ્રમાણપત્રની નકલ


આવો આપણે સૌ મળીને એક એવા ભારતનું નિર્માણ કરીએ જે સમૃદ્ધ, સશક્ત અને એકતાનું પ્રતીક બને તમારું એક નાનું પગલું દેશના ભવિષ્યને બદલી શકે છે. તમારી કુશળતા અને રુચિ અનુસાર, તમે વિવિધ પ્રકારની તાલીમ અને જવાબદારીઓ નિભાવી શકો છો. નાગરિક સુરક્ષા દળમાં જોડાઈને, તમે માત્ર અન્યની જ મદદ નથી કરતા, પરંતુ તમે તમારામાં પણ મહત્વપૂર્ણ કૌશલ્યો વિકસાવો છો અને એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવો છો. તો ચાલો, આજે જ નાગરિક સુરક્ષા દળમાં જોડાઈને દેશની સેવામાં યોગદાન આપવાનો સંકલ્પ લઈઓ જય હિન્દ !

 Join Civil Defence Force In Bharuch QR CODE

Join WhatsApp

Join Now

Leave a Comment