Jio Starlink Deal: હવે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ પણ ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કરાર કર્યા છે વાંચો સંપૂર્ણ વિગત નીચે આપેલ છે.
આવી રહ્યું છે સેટેલાઇટ ઇન્ટરનેટ
સ્ટારલિંક વિશ્વભરના 100થી વધુ દેશોમાં સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ ની સેવા આપે છે. સ્ટારલિંક પાસે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં 7 હજારથી વધુ સેટેલાઈટનું વિશ્વનું સૌથી મોટું સેટેલાઈટ નેટવર્ક છે. સ્ટારલિંક ઇન્ટરનેટ દ્વારા સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેમિંગ, વીડિયો કોલ સરળતાથી કરી શકાય છે.
જિયો અને સ્પેસએક્સ સ્ટારલિંક વચ્ચે ડિલ : Jio Starlink Deal
સ્પેસએક્સ સ્ટારલિંક સાથે કરાક અંગે રિલાયન્સ જિયો ગ્રૂપના સીઈઓ મેથ્યુ ઓમેને કહ્યું કે, અમારું લક્ષ્ય દરેક ભારતીયને સસ્તી અને ઝડપી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાનું છે. સ્ટારલિંક સાથેની આ ભાગીદારી અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
સ્ટારલિંક સાથે એરટેલે પણ કરાર કર્યો
ગઈકાલે એટલે કે 11 માર્ચ 2025 મંગળવાર ના રોજ ટેલિકોમ કંપની ભારતી એરટેલે અમેરિકન કંપની સાથે કરાર કર્યો હતો. મંગળવારે રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી.