Connect with us

Updates

જાણો પાવાગઢમાં જેસીબી 1000 મીટર ઊંચાઇ પર કેવી રીતે લઇ જવાયા ?

Published

on

જાણો 1000 મીટર ઊંચાઇ પર પાવાઢમાં કેવી રીતે લઇ જવાય છે, જેસીબી અને ટ્રેકટરોના પાર્ટસ | તળેટીથી ટોચ સુધી ૬ ટન વજન વહન કરી શકે તેવી લિફ્ટિંગ ક્રેન યુરોપથી મગાવી : કુલ સવા લાખ ટન મટિરિયલનો ઉપયોગ થયો

પાવાગઢ ડુંગર પર સ્થિત મા મહાકાળી શક્તિ પીઠ પરિસરના નવનિર્માણનું કાર્ય પાંચ વર્ષે પૂર્ણ થયુ છે અને તા.૧૮મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોપણ કરીને નવનિર્મિત મંદિર પરિસરને ખુલ્લુ મુકશે.દેશની ૫૨ શક્તિપીઠ પૈકી એક એવા મહાકાળી મંદિરના પુનઃ નિર્માણ કાર્ય સામાન્ય કાર્ય નહતુ કેમ કે ૧૦૦૦ મીટરની ઊંચાઇ પર આ કાર્ય કરવાનું હતુ એટલે તેમા અનેક પડકારો પણ હતા.

આ પણ વાંચો- વ્હાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)

જાણો પાવાગઢમાં જેસીબી 1000 મીટર ઊંચાઇ પર કેવી રીતે લઇ જવાયા ?
જાણો પાવાગઢમાં જેસીબી 1000 મીટર ઊંચાઇ પર કેવી રીતે લઇ જવાયા ?

આ પડકારો અંગે વાત કરતા મંદિરના ટ્રસ્ટી પરેશ પટેલ અને આ પ્રોજેક્ટના એન્જિનિયર નિખિલ ભટ્ટ કહે છે કે ‘શરૃઆતના તબક્કામાં તો રેતી, કપચી,સિમેન્ટ જેવુ મટિરિયલ અમે ગધેડાઓ દ્વારા ઉપર પહોંચાડતા હતા પરંતુ જ્યારે બાંધકામનો તબક્કો શરૃ થયો ત્યારે મશીનરીની જરૃરીયાત ઉભી થઇ. આ સમય પડકારજનક હતો. અમે ત્યારે એક જેસીબી મશીનને સ્પેરપાર્ટ છુટ્ટા કરીને ૧૦૦૦ મીટર ઊંચાઇ પર બાંધકામના સ્થળે મોકલ્યા અને ત્યાં ફરીથી તમામ પાર્ટ જોડીને જેસીબીને કામે લગાડયુ ત્યારે બાદ ક્રેન અને બે ટ્રેકટરો મોકલ્યા હતા જે બાદ બાંધકામમાં ઝડપ આવી હતી.

મંદિર પરિસરને સુરક્ષા આપવા માટે ચોતરફ જે દીવાલ બની છે તેમાં ચારથી છ ટન વજનના વિશાળ પથ્થરો લાગેલા છે. આ પથ્થરો ઉપર સુધી કેમ લઇ જવા એ મોટો પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે અમે જર્મની નજીક આવેલા દેશ ઓસ્ટ્રિયાથી ભારતમાં કોઇ સ્થળે નથી એવી બે લિફ્ટીંગ ક્રેન મગાવી અને પથ્થરો ઉપર પહોંચાડયા હતા. પ્રોજેક્ટમાં કુલ સવા લાખ ટન મટિરિયલ વપરાયુ છે. જુનુ મંદિર પરિસર ૪,૦૦ મિટર હતુ જે વધારીને ૨,૮૦૦ મીટર કરાયુ છે. આ પ્રોજેક્ટમાં પગથિયાથી લઇને મંદિર પરિસર સુધી મળી અત્યાર સુધીમાં કુલ રૃ.૧૨૫ કરોડનો ખર્ચ થયો છે. જેમાં ૭૦ ટકા ખર્ચ ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડે અને ૩૦ ટકા ખર્ચ પાવાગઢ ટ્રસ્ટે ભોગવ્યો છે.

આ પણ વાંચો- ઑનલાઇન પૈસા કમાવવાની સરળ 12 રીતો 2022

પ્રોજેક્ટનો આગળનો તબક્કો

-મંદિર પરિસરમાં યજ્ઞાશાળા

-દુધિયા તળાવ પાસે ભોજન શાળા અને યાત્રીક નિવાસ

-છાસીયા તળાવ પાસેથી મંદિર સુધી પહોંચવા માટે બે લિફ્ટ

-દુધિયા અને છાસીયા તળાવને જોડતા માર્ગને પ્રદક્ષિણા પથ તરીકે વિકસાવાસે

-માંચી પાસે અતિથી ગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending