Connect with us

SarkariYojna

ઈશાન કિશને ફટકારી ઇતિહાસની ઝડપી બેવડી સદી, વાંચો સંપૂર્ણ માહિતી

Published

on

ઈશાન કિશને ફટકારી ઇતિહાસની ઝડપી બેવડી સદી : ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈશાન કિશને પોતાની પહેલી ઈન્ટરનેશનલ સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં ફેરવી નાખી હતી. તેણે 126 બોલમાં 200 રન ફટકાર્યા છે. આ કોઈપણ બેટરે ફટકારેલી સૌથી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી છે. આવું કરનામું કરનારે તે ચોથો ભારતીય છે. આની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા (કુલ ત્રણ વખત ડબલ સેન્ચુરી ફટકારેલી છે) ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. ત્યારે આ લેજેન્ડરી લિસ્ટમાં ઈશાન કિશને પોતાનું નામ ઉમેર્યું છે.

ઈશાન કિશને ફટકારી ઇતિહાસની ઝડપી બેવડી સદી

  • ઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરી 85 બોલમાં આવી હતી. આ પછી તેની બીજી સેન્ચુરી એટલે કે ડબલ સેન્ચુરી માત્ર 41 બોલમાં આવી હતી. આમ આવી રીતે તેણે ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી હતી.
  • આ ઇનિંગમાં તેણે 131 બોલમાં 210 રન ફટકાર્યા હતા. જેમાં 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 160.31ની રહી હતી.

85 બોલમાં સદી પૂરી કરી

ઈશાન કિશન 5 મેચ પછી વન-ડે ટીમમાં પરત ફર્યો છે અને તેણે સદી ફટકારી છે. આ તેની પહેલી ઈન્ટરનેશનલ સદી પણ છે. ઈશાને 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઈશાને છેલ્લી વન-ડે 22 ઓક્ટોબર 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે દિલ્હીમાં રમી હતી.

બાંગ્લાદેશમાં સદી ફટકારનાર તે 5મો ભારતીય ઓપનર બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર આ કારનામું કરી ચુક્યા છે.

બાંગ્લાદેશમાં સદી ફટકારનાર તે 5મો ભારતીય ઓપનર બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર આ કારનામું કરી ચુક્યા છે.

ઈશાન કિશને ફટકારી ઇતિહાસની ઝડપી બેવડી સદી
ઈશાન કિશને ફટકારી ઇતિહાસની ઝડપી બેવડી સદી

કિશન-કોહલી વચ્ચે 290ની ભાગીદારી

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ આજે ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. જેમાં ઈશાન કિશનની ધમાકેદાર ડબલ સેન્ચુરી અને કિંગ કોહલીની શાનદાર 72મી ઈન્ટરનેશનલ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટે 409 રન બનાવ્યા હતા.

શિખર ધવન 15 રન બનાવીને આઉટ થયા પછી ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી. બન્નેએ બીજી વિકેટ માટે 290 રન જોડ્યા હતા.

Source : Divyabhaskar Com

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending