SarkariYojna
ભારતનો પાકિસ્તાન સામે વિજય : ભારતે લીધો હારનો બદલો ! એશિયા કપ ના બીજા મુકાબલામાં પાકિસ્તાનને ભારતે 5 વિકેટથી હરાવ્યુ
એશિયા કપના આ મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યુ : ભુવનેશ્વર કુમારની (4 વિકેટ) ચુસ્ત બોલિંગ અને હાર્દિક પંડ્યા (3 વિકેટ અને અણનમ 33 રન)ના ઓલરાઉન્ડર્સ પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપમાં (Asia Cup 2022) પાકિસ્તાન (India Vs Pakistan) સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. પાકિસ્તાન 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. હાર્દિક પંડ્યાનો વિજયી છગ્ગો
ભારતનો પાકિસ્તાન સામે વિજય
એશિયા કપના આ મહાસંગ્રામમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતને 148 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતુ.
અંતમાં હાર્દિક પંડ્યાએ શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. આ સાથે જ ભારતે 5 વિકેટે જીત મેળવી હતી.

જાડેજા આઉટ
રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઈનીંગ રમીને ટીમને લક્ષ્યની નજીક લાવી દીધી છે, અહીં લાવીને પોતાની વિકેટ ગુમાવી છે. 29 બોલમાં 35 રન નોંધાવીને જાડેજા પરત ફર્યો છે.
India Innings

148 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો હતો. કેએલ રાહુલ ઝીરો રને આઉટ થયો હતો. નસીમ શાહે તેને આઉટ કર્યો હતો. તે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતની ઇનિંગને સંભાળી હતી. પરંતુ નવાઝે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા. રોહિતે 18 બોલમાં 12 રન કર્યા હતા. જ્યારે કોહલીએ 34 બોલમાં 35 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ પણ 18 રને નસીમ શાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
પહેલી ઇનિંગની હાઈલાઈટ્સ
- ભુવનેશ્વરે મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ ફિગર્સ 4-0-26-4ની રહી હતી.
- ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ તરખાટ મચાવતા 3 વિકેટ ઝડપી હતી.
- પાકિસ્તાન તરફથી સૌથી વધુ મોહમ્મદ રિઝવાને 42 બોલમાં 43 રન કર્યા હતા.
- પાકિસ્તાનના નંબર-11ના બેટ્સમેન શહનવાઝ દહાનીએ છેલ્લી ઓવરમાં 2 સિક્સ સાથે કુલ 16 રન કર્યા હતા.
- યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 2 વિકેટ, જ્યારે આવેશ ખાને 1 વિકેટ લીધી હતી.
- પાકિસ્તાનના કેપ્ટન અને હાલ નંબર-1 બેટ્સમેન બાબર આઝમ ખાસ ચાલ્યો નહતો અને તે ભુવનેશ્વર કુમારનો 10 રને શિકાર થયો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકિપર), ફખર ઝમન, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, શહનવાઝ દહાની, હરિસ રઉફ અને નસીમ શાહ.
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in