SarkariYojna
IND vs BAN બીજી ટેસ્ટ અપડેટ, વાંચો પળેપળ ની માહિતી
IND vs BAN બીજી ટેસ્ટ અપડેટ : મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 45 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલ (26 રન) અને જયદેવ ઉનડકટ (3 રન) અણનમ છે.
IND vs BAN બીજી ટેસ્ટ અપડેટ
શનિવારે મેચ સમાપ્ત થયાની થોડી વાર પહેલા વિરાટ કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેહદી હસન મિરાજે મોમિનુલ હકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મહેદીને ત્રીજી સફળતા મળી. તેણે ઓપનર શુબમન ગિલ (7) અને અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા (6)ની વિકેટ પણ લીધી હતી. ભારતીય કેપ્ટન કેએલ રાહુલ (2 રન)ની વિકેટ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને લીધી હતી.
રાહુલ, ગિલ, પૂજારા અને કોહલી આઉટ
શનિવારે ત્રીજા દિવસે બાંગ્લાદેશ બીજી ઈનિંગમાં 231 રનમાં ઓલઆઉટ થયું હતું. લિટન દાસ (73) અને ઝાકિર હસને (51) અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. વિકેટકીપર નુરુલ હસન અને તસ્કીન અહેમદે નિર્ણાયક સમયે 31-31 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ લીધી હતી. જ્યારે રવિચન્દ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે 2-2 વિટેટ લીધી હતી. ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ ઝડપી હતી.
પહેલા બે દિવસમાં ભારતની પ્રથમ ઈનિંગ 314 રન પર સમાપ્ત થઈ હતી. જ્યારે બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 227 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને પ્રથમ ઈનિંગમાં 87 રનની લીડ મેળવી હતી. બપોર સુધીમાં બાંગ્લાદેશે લીડ લેવા માટે 4 વિકેટ ગુમાવી દીધી હતી.
Source : DivyaBhaskar .Com

આ પણ વાંચો : કોરોના વાયરસના નવા પ્રકારોને ટાળો, આ રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in