SarkariYojna
ભારત પાકિસ્તાન મહામુકાબલો કેવી રીતે જોઈ શકશો
ભારત પાકિસ્તાન મહામુકાબલો 2022 : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર દુનિયાની નજર છે અને બંને ટીમોને આ મેચમાં કોઈપણ ભોગે જીત સિવાય બીજું કંઈ જોઈતું નથી. આપ સૌ જાણો છે કે એશિયા કપ ૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે, જેમાં ભારત પાકિસ્તાનની ટી૨૦ મેચ ૨૮ ઓગષ્ટના રવિવારના રોજ યોજાવાની છે. જેને લઈને ક્રિકેટ રસિયાઓ ખુબજ ઉત્સાહિત છે.
ભારત પાકિસ્તાન મહામુકાબલો
હવે બન્ને ટીમોએ અહીં પ્રેક્ટિસ કરવાનુ પણ શરૂ કરી દીધુ છે. એશિયા કપની શરૂઆતથી જ ભારતનો આ ટૂર્નામેન્ટ પર દબદબો રહ્યો છે. એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શ્રીલંકાની યજમાનીમાં UAEમાં રમાશે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. તેમજ એશિયા કપની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ટકેલી છે. હવે તે જોવાનું રહ્યું કે આમાં કોણ બાજી મારે છે.
એશિયા કપ 2022 : ભારત – પાકિસ્તાન મેચ
ગત એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને 7મી વખત આ ટાઇટલ જીત્યું હતું. ટીમ ઇન્ડિયા આ પહેલા 1984, 1988, 1990, 1991, 1995, 2010 અને 2016માં એશિયા કપના ટાઇટલ્સ જીતી ચૂક્યું છે. જે બાદ શ્રીલંકાએ 5 વખત અને પાકિસ્તાને 2 વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
ભારત પાકિસ્તાન લાઇવ મેચ
IND vs PAK એશિયા કપ 2022 મેચ લાઇવ T20, મેચની તારીખ, મેચનો સમય, ભારત પ્લેઇંગ ઇલેવન, પાકિસ્તાન પ્લેઇંગ ઇલેવન, સ્ક્વોડ્સ, ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ, ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ- દેશમાં ભારત વિ પાકિસ્તાન લાઇવ ક્યારે અને ક્યાં જોવું?
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. વળી, તમે આ રોમાંચક મેચનો આનંદ તમારા ફોન પર પણ હોટસ્ટાર એપ પર લઇ શકો છો. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:30 વાગે શરૂ થશે.
ભારત પાકિસ્તાન લાઇવ મહામુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટ (રવિવાર)ના રોજ મેચ રમાશે. બંને એશિયન હરીફો રમત દરમિયાન એકબીજા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે. છેલ્લી વખત, બંને ટીમો ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2021માં સામસામે આવી હતી જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.
આ પણ વાંચો- ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
ક્રિકેટ જગતની નજર રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તરફ વળશે કારણ કે એશિયા કપ 2022 ની બીજી મેચમાં એશિયન દિગ્ગજ અને પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન તેમની હરીફાઈને ચરમસીમાએ પોહ્ચાડે છે. આ પછી બંને ટીમો પ્રથમ વખત આમને-સામને થશે. ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં આ જ સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારત સામે 10 વિકેટથી જીત મેળવી હતી. પાકિસ્તાન સામે ભારતની નાટકીય હાર એ સુનિશ્ચિત કરી દીધું કે મેન ઇન બ્લુ ટીમ વર્લ્ડ કપમાંથી ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ.

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in