Connect with us

SarkariYojna

ખેડૂતો માટે ખુશખબર: આ યોજનામાં રોકાણ કરો 50 રૂપિયા અને મેળવો 35 લાખનું રિટર્ન, આવી રીતે કરો અરજી

Published

on

ખેડૂતો માટે ખુશખબર: પોસ્ટ ઓફિસ ઘણી નવી યોજનાઓ સાથે આવતી રહે છે અને તેની મોટાભાગની યોજનાઓ લોકોને ખૂબ જ પસંદ આવે છે, કારણ કે તે લોકોને સારો નફો આપે છે. આજે અમે તમને આવી પોસ્ટ ઓફિસની એક ખાસ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ યોજના ખાસ કરીને ગ્રામજનો માટે આવી છે. તેનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે. આ સ્કીમ ખૂબ ફેમસ છે. તેમાં ગ્રામીણ લોકોને આર્થિક અને સામાજિક રીતે મદદ કરવામાં આવે છે. તેની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમાં તમારે દરરોજ માત્ર 50 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને તેના પર તમને શાનદાર રિટર્ન મળશે.

કેવી રીતે મળે છે ગ્રામ સુરક્ષા યોજનાનો લાભ-How to get the benefit of Gram Suraksha Yojana

તેમાં દરરોજ 50 રૂપિયા એટલે કે 1500 રૂપિયા પ્રતિ માસનું રોકાણ કરવું પડશે. જે બાદ આ સ્કીમમાં 31 લાખથી 35 લાખ રૂપિયાનું રિટર્ન મળે છે. જો રોકાણકાર 80 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને બોનસ સાથે સંપૂર્ણ રકમ મળી જાય છે.

આ પણ વાંચો : પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જાણો સંપૂર્ણ માહિતી 

કોણ કરી શકે છે અરજી ?

19 વર્ષથી 55 વર્ષ સુધીનો કોઈપણ ભારતીય નાગરિક ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. તેમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ ભરવા માટે ઘણા વિકલ્પો પણ આપવામાં આવ્યા છે. રોકાણકારો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે હપ્તા ચૂકવી શકે છે.

ક્યારે મળશે રૂપિયા ? 

રોકાણકારને 55 વર્ષમાં 31 લાખ 60 હજાર રૂપિયા મળે છે. 58માં 33 લાખ 40 હજાર રૂપિયા અને 60 વર્ષમાં 34.60 લાખ રૂપિયા અને 80 વર્ષે પૂર્ણ થવા પર સંપૂર્ણ રકમ સોંપવામાં આવે છે.

આ પણ વાંચો : સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી)

ચાર વર્ષ બાદ મળી જાય છે લોન

તમે ગ્રામ સુરક્ષા પોલિસી ખરીદ્યા પછી લોન પણ મેળવી શકો છો. પોલિસીની ખરીદીની તારીખથી 4 વર્ષ પછી લોન મેળવી શકાય છે. આ સિવાય જો પોલિસીની મુદત દરમિયાન ક્યારેય પ્રીમિયમ ભરવામાં ચૂકી જઈએ, તો તમે બાકી પ્રીમિયમની રકમ ચૂકવીને તેને ફરીથી શરૂ કરી શકો છો.

આ પણ વાંચો : તબેલા લોન યોજના ગુજરાત 2023, ઘરે બેઠા અરજી કેમ કરવી ? જાણો સંપૂર્ણ માહિતી

Gram Suraksha Yojana
Gram Suraksha Yojana

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending