Connect with us

SarkariYojna

હવામાન વિભાગની આગાહી એકસાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 12મીએ ભારે વરસાદની શક્યતા

Published

on

હવામાન વિભાગની આગાહી એકસાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 12મીએ ભારે વરસાદની શક્યતા : બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. સંભાવના છે કે, આગામી 48 કલાકમાં આ લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે.

આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 11 અને 13 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ પોશીનામાં દોઢ ઇંચ, ધાનેરામાં દોઢ ઇંચ, દાંતા અને દાંતીવાડામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં 39 તાલુકામાં વરસાદ

મહેસાણા : સતલાસણા 12 મીમી, વિજાપુરમાં 6 મીમી, જોટાણામાં 5 મીમી, ખેરાલુ- મહેસાણામાં 3-3 મીમી, કડી-વડનગરમાં 2-2 મીમી, બહુચરાજી-વિસનગરમાં 1-1 મીમી
પાટણ : સિદ્ધપુરમાં 10 મીમી, સરસ્વતીમાં 3 મીમી, પાટણમાં 2 મીમી
બનાસકાંઠા : ધાનેરામાં દોઢ ઇંચ, દાંતા-દાંતીવાડામાં 1-1 ઇંચ, ડીસામાં 22 મીમી, અમીરગઢ 15, સુઇગામ 14, પાલનપુર 7, થરાદ 6, લાખણી-વડગામમાં 3-3 મીમી, દિયોદર-કાંકરેજ અને વાવમાં 2-2 મીમી
સાબરકાંઠા : પોશીના દોઢ ઇંચ, વિજયનગર 16, ઇડર 12, ખેડબ્રહ્મા 9, હિંમતનગર, પ્રાંતિજ, વડાલી 6, તલોદ 2 મીમી
અરવલ્લી : માલપુરમાં 16 મીમી, મેઘરજમાં 13 મીમી, મોડાસામાં 11 મીમી, ભિલોડામાં 10, ધનસુરામાં 5 મીમી, બાયડમાં 4 મીમી

લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Source : www.divyabhaskar.co.in

મહત્વપૂર્ણ લિંક

ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હવામાન વિભાગની આગાહી એકસાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 12મીએ ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી એકસાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 12મીએ ભારે વરસાદની શક્યતા

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending