SarkariYojna
આજે હવામાન વિભાગે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની કરી આગાહી, માછીમારોને દરીયો ખેડવા મનાઈ
આજે હવામાન વિભાગે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની કરી આગાહી : 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજારાતની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 21 અને નલીયામાં સૌથી ઓછું 14 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
આજે હવામાન વિભાગે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની કરી આગાહી
અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનના કારણે વરસાદી માહોલ શિયાળામાં જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન ખેતીના પાકને થઈ શકે છે. જેથી ખેડૂતોમાં પણ ઘેરી ચિંતા તેના કારણે વધી છે. ત્યારે આજે 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજારાતની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 21 અને નલીયામાં સૌથી ઓછું 14 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો હવે ઘેર બેઠા , જાણો સંપૂર્ણ માહિતી
સૌરાષ્ટ્રમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગરમાં લાઈટ રેન એટલે કે સામાન્ય છાંટા પડી શકે છે. ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં
ભરુચમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે અન્ય વિસ્તારોમાં નર્મદામાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વલસાડમાં પણ વરસાદ પડી શકે છે.
માછીમારોને દરીયો ખેડવા મનાઈ
- અમરેલીમાં જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં
- -ભરુચના દહેજમાં પણ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની એ સગાઇની તસ્વીર શેર કરી , જુઓ કોણ છે તેમની મંગેતર
ખેડૂતો માટે રાહત
ગુજરાતમાં હવામાનમાં ગઈકાલથી એકાએક પલટો આવ્યો છે. જેથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનીનો સર્વે કરીને સરકારને રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. દક્ષિણ ગુજરાત પંચમહાલ, હિંમતનગર સહીતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે વાતાવરણમાં આ પલટો આજે પણ કેટલાક વિસ્તારોમાં યથાવત રહી શકે છે. ત્યારે કમોસમી વરસાદને લઈને રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને ધ્યાનમાં રાખી તૈયારી દર્શાવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે અને આ સંદર્ભે કૃષિ વિભાગ તરફથી જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાંની ખેતી પર શું અસર થઈ છે તેની તપાસ કરવામાં આવે અને કિસ્સામાં તાત્કાલિક સરકારને રિપોર્ટ કરવામાં આવે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in