Connect with us

SarkariYojna

નૂતન વર્ષાભિનંદન 2022 , નૂતન વર્ષાભિનંદનના તમારા નામ વાળો ફોટો બનાવીને તમારા મિત્રોને મોકલો

Published

on

સરકારી માહિતી ટીમ તરફથી નૂતન વર્ષાભિનંદન 2022 : નૂતન વર્ષાભિનંદન 2022 : wish you happy new year। best happy new year wishes । happy new year wishes for family નૂતન વર્ષાભિનંદનના દિવસો એટલે પરિવાર સાથે મળી ભરપુર આનંદ-ઉલ્લાસ કરવાના દિવસો. નાના બાળકથી શરૂ કરીને ઘરના મોભી સુધી સૌ આ દિવસો બહુ મસ્તીથી ઉજવતા હોય છે. વિક્રમ સંવંત મુજબ બેસતું વર્ષ “સબરસ” અને “અળસ કાઢવાની” પ્રથા સાથેની નવી નક્કોર સવાર શરૂ થાય છે. ‘અળશ જાય અને લક્ષ્મીજી આવે એ પરંપરા આજે પણ ગામડાઓ સાચવીને બેઠા છે.

થોડા વર્ષો પહેલાના ભૂતકાળની ઝાંખી કરીએ તો દિવાળી અને સાતમ-આઠમ જેવા ઉત્સવોના દિવસો નવા “લૂગડાં”(કપડા) ખરીદવાનો રીવાજ હતો. ગામડાની સંસ્કૃતિ મુજબ દેવદર્શન કરીને સગાં-વહાલાંના ઘેર જઈને રામ…રામ કે જય શ્રી કૃષ્ણ કરી મોઢું મીઠું કરાતું. સમય બદલાતા તેનું સ્થાન ઈ-મેલ facebook whatsapp instagram પર “Happy Diwali” “Happy new year” એ લીધું છે.

ભીંત ભડાકા ટીલડી દેરાણી-જેઠાણી ભો’ચકેડી લવિંગીયાની જગ્યાએ માનવ શરીર અને વાતાવરણને નુકશાન પહોચાડતા ફટાકડા આવ્યા છે. દરેક જગ્યાએ સુપર માર્કેટની સીસ્ટમ શરૂ થતા “બજાર”ની વ્યાખ્યા જ ભૂંસી નાંખી છે. નવા વર્ષની ઉજવણી રૂપે આંગણે દીવડા મુકવામાં જરૂર આવે છે પરંતુ અંતરમાં પથરાયેલા અજવાળા હોલવાતા જાય છે. આ વાત આખી રાત મોબાઈલ “મંતરતી” પેઢી ક્યાં જાણે છે..?

નૂતન વર્ષાભિનંદન 2022 | wish you happy new year। best happy new year wishes । happy new year wishes

છેલ્લા કેટલાક દિવસથી એક મેસેજ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે કે ફટાકડા ના ફોડીને ઓઝોનના તૂટતા જતા સ્તરને બચાવો પણ આ મેસેજ મોકલનારને એટલું જરૂર કહેવાનું મન થાય છે કે જયારે તહેવાર હોય ત્યારે જ બધું કેમ યાદ આવે છે. એક કામ કેમ નથી કરતા આવા મેસેજ મોક્લાનારાઓ પોતાનું બાઈક કે ગાડી પુરા એક વર્ષ સુધી ઢાંકીને મૂકી રાખે અને સાયકલનો ઉપયોગ કરી જુવે પછી જ વાતાવરણના પ્રદુષણ અંગે બોલવાનો અધિકાર છે એ વાત સત્ય છે કે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ વધતું જાય છે એ એક બહુ ચિંતાનો વિષય છે પણ એક દિવાળીના ફટાકડા ફૂટવાથી જ વાતાવરણને બગડતું નહિ અટકાવી શકાય બીજી કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું જ પડશે. આ બધી વાત તહેવાર આવે એટલે તે તહેવાર ના ઉજવવાના મેસેજથી શક્ય નહિ બને એટલે મન હળવું રાખો અને દરેક તહેવારને આનંદથી મનાવો એ જ તહેવાર છે…આજના દિવસની શુભેચ્છા સાથે સૌને નવા વરહના રામ….રામ…

Important Link :

તમારા નામનું નૂતન વર્ષાભિનંદન કાર્ડ બનાવવા અહી ક્લિક કરો.અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
નૂતન વર્ષાભિનંદન 2022
નૂતન વર્ષાભિનંદન 2022

Trending