Connect with us

SarkariYojna

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડશે, 5 શહેરોમાં 10 ડીગ્રીથી નીચે તાપમાન

Published

on

ગુજરાતમાં ઠંડી પડી રહી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હાડકાં ભરી દેનારી ઠંડીનો અનુભવ થશે. જાણો ક્યાં ક્યાં છે કોલ્ડ વેવની શક્યતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થયા બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 9 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યમાં પાંચ દિવસ સુધી રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. 

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડશે

ગુજરાતમાં ઠંડીનો પારો વધી રહ્યો છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી હતી. આજે પણ વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.  હવામાન વિભાગની આગાહી મુજબ વધુ  તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ગાત્રો થીજવતી  શક્યતા વધુ વ્યક્ત કરાઈ રહી છે. કચ્છમાં ઠંડીનું મોજુ ફરી વળવાની શક્યતા છે. 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઠંડા પવનને કારણે ઠંડીનો પ્રકોપ વધ્યો છે.

ગુજરાતનો આ વિસ્તાર સૌથી ઠંડો 

કચ્છ જિલ્લામાં નલિયામાં પારો ચાર ડિગ્રી નોંધાયો હતો. ગાંધીનગરમાં પારો નીચે આવ્યો હતો ભુજ અને ડીસામાં પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડી રહેશે. 

દેશના અન્ય રાજ્યોનું હવામાન

દેશની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે.

Gujarat will experience freezing cold for the next five days
Gujarat will experience freezing cold for the next five days

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending