Connect with us

News

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર, જીતુ વાઘાણીએ આપી આ બાંહેધરી

Published

on

આગામી સમયામાં ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપી છે

  • રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી
  • મોટાપાયે ભરતી કરવા રાજ્ય સરકારની તૈયારી
  • ટેટ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને કરી રજૂઆત

ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવાદરો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવે તેમની સરકારની નોકરી માટે જોવા પડતી રાહનો અંત આવેશે કેમ કે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.  આગામી સમયામાં ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપી છે.

રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી

શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ  બાંહેધરી આપતા કહ્યું છે કે  GRમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને ટેટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો જેને લઈને શિક્ષણમંત્રીને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, જ્યારે વિદ્યાસહાયક ઉમેદવારોની રજૂઆતને જોતા શિક્ષણમંત્રી જીતું વાઘાણીએ માંગને સ્વાકારીને આગામી સમયમાં મોટા પાયે ભરતી શકે તેવી ખાતરી આપી છે. જીતુ વાઘાણીએ સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું બાંહેધરી આપી છે. 

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending