Connect with us

Public Info

૨૦૨૧ની જાહેર રજાઓ નું લીસ્ટ જાહેર.

Published

on

૨૦૨૧ની જાહેર રજાઓ નું લીસ્ટ જાહેર. : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021 ની જાહેર રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ જાહેરાત કીર છે. ત્યારે યાદીમાં સરકારી કર્મચારીઓ માટે 22 દિવસની વિવિધ જાહેર રજાઓ જાહેર કરાઈ છે. તો 12 રજાઓ રવિવારને કારણે કપાઈ જશે. આમ, 44 મરજિયાત રજાઓ જાહેર કરાઈ છે. 

????️૨૦૨૧ની જાહેર રજાઓ નું લીસ્ટ જાહેર.
▪️જાહેર રજાઓ
▪️ મરજીયાત રજાઓ

કઈ કઈ રજાઓ મળશે
મકર સંક્રાંતિ, 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, પરશુરામ જયંતી, ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ  

રવિવારને કારણે રજા કપાઈ 
મરજિયાત રજાઓમાં 8 રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કરેલ નથી. રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી ગાંધી જયંતિ, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

44 મરજીયાત રજાઓની પણ જાહેરાત
મરજિયાત રજાઓ એટલે એ રજાઓ, જેમાં સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ વિના તહેવારોના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ લઈ શકે છે. જેના માટે કર્મચારીઓને અગાઉથી અરજી કરવી જરૂરી બને છે. ઉપરી અધિકારીના મંજૂરી બાદ જ આ આ રજાને અપાતી હોય છે. ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. તો, 2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં 5 રજાઓ રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.


વર્ષ 2021ની રજાઓનું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. ⤵️

➡️ વધુ માહિતી માટે :

ઓફિસિઅલ  નોટિફિકેશન : ક્લિક કરો 

Trending