Connect with us

SarkariYojna

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 @gbcdconline.gujarat.gov.in

Published

on

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 : ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા અંગેની જાહેરાત ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગાંધીનગર અમલિત શૈક્ષણિક લોન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એડમીશન કમિટિ મારફતે,પ્રવેશ મેળવેલ અભ્યાસક્રમો જેવા કે મેડીકલ તેમજ પેરામેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, ફીઝીયોથેરાપી, ફાર્મસી, એન્જીનીયરીંગ (ડીગ્રી તથા ડીપ્લોમા) બાયોટેકનોલોજી, એમબીએ, એમસીએ, બીએસસી, બીબીએ, એમબીએ, બીટેક, એમટેક જેવા AICTE Medical Council of India, Dental Council of India તેમજ UGC માન્ય તમામ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ઓછા વ્યાજદરે નૈસલિક લોન આપવા માટે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના લોકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 વિગતો

યોજનાનું નામઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022
વિભાગનું નામગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ,
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
 અરજી કરવાની છેલ્લી તારીખ31/12/2022
મળવાપાત્ર લાભરૂા. ૧૫,૦૦,૦૦૦/- (વ્યાજ દર ૩.૫ થી ૪%)
સત્તાવાર પોર્ટલgbcdconline.gujarat.gov.in

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ

આ યોજનાનો લાભ લેવા માટે https://gbcdconline.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરી તેની સાથે જણાવેલ આઘાર પુરાવાઓ (PDF FORMATE)માં અપલોડ કરવાનાં રહેશે. જે વિધાર્થી/વિદ્યાર્થીનીઓ લોન મેળવવા ઈચ્છતા હોય તેઓએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહી.

ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022

યોજનાની પાત્રતા
  • વિદ્યાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઈએ.
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૩.૦૦(ત્રણ લાખથી ઓછી હોવી જોઇએ,
  • વિદ્યાર્થીની ઉંમર જાહેરાતની તારીખે ૧૭ થી ૩૫ વર્ષ સુધીની રહેવી જોઇએ.
  • અરજી કરતી વખતે વિધાર્થીના આધાર નંબર સાથે લીંક હોય તેવા વિદ્યાર્થી તથા વાલીના સંયુકત બેન્ક ખાતાની વિગતો આપવાની રહેશે.

નોંધ

  • જે વિધાર્થી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ, ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગાંધીનગરમાં સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે, જેથી તેવા અરજદારશ્રીઓએ શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેવી.
  • ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ જ માન્ય ગણવામાં આવશે.
  • વિદ્યાર્થીની શૈક્ષણિક લોન મેળવવાની અરજી સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેથી સ્થાવર મિલ્કત ધરાવતા બે જામીનદાર તથા મંજુર કરેલ લોનની રકમથી દોઢ ગણી રકમની પોતાની અથવા રજુ કરેલ જામીનદારની સ્થાવર મિલકતમાં બોજા નોધ કરવાની રહેશે.
ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ31મી ડિસેમ્બર 2022
અધિકૃત વેબસાઇટhttps://gbcdconline.gujarat.gov.in/
ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના નોટીફીકેશન 2022અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2022 છે.

ઉચ્ચ શૈક્ષણિક લોનની સત્તાવાર વેબસાઇટ શું છે

ઉચ્ચ શૈક્ષણિક લોનની સત્તાવાર https://gbcdconline.gujarat.gov.in/ વેબસાઇટ છે.

ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022 અરજી કઈ રીતે કરવાની રહેશે?

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending