Connect with us

SarkariYojna

ગુજરાતનુ નવું મંત્રી મંડળ,જાણો કોણ મંત્રી બન્યા, વાંચો સંપૂર્ણ માહિતી

Published

on

ગુજરાતનુ નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી બન્યા : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.

ગુજરાતનુ નવું મંત્રી મંડળ
ગુજરાતનુ નવું મંત્રી મંડળ

મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે, તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

આજે ગુજરાતના મુખ્યમંત્રીની શપથવિધી યોજાઇ છે. શપથવિધીમાં ભાગ લેવા માટે ગતરોજ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. આજ સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર એક પછી એક રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અગ્રણીઓ આવી રહ્યા છે. 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારંભમાં હાજરી આપી છે.

ગુજરાત મુખ્યમંત્રી 

ભૂપેન્દ્ર પટેલ, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજીમુખ્યમંત્રીઅમદાવાદ

ગુજરાત કેબિનેટ મંત્રી

બળવંતસિંહ રાજપૂતઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગારકેબિનેટ મંત્રીસિદ્ધપુર
ઋષિકેશ પટેલઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતોકેબિનેટ મંત્રીવિસનગર
કનુ દેસાઈનાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સકેબિનેટ મંત્રીપારડી
રાઘવજી પટેલકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસકેબિનેટ મંત્રીજામનગર ગ્રામ્ય
કુંવરજી બાવળિયાજળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોકેબિનેટ મંત્રીજસદણ
ભાનુબેન બાબરીયાસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણકેબિનેટ મંત્રીરાજકોટ ગ્રામ્ય SC
કુબેર ડિંડોરઆદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણકેબિનેટ મંત્રીસંતરામપુર ST
મૂળુભાઈ બેરાપ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જકેબિનેટ મંત્રીખભાળિયા

ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી

હર્ષ સંઘવીરમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)રાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલોમજુરા
જગદીશ પંચાલસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)રાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલોનિકોલ
ભીખુસિંહ પરમારઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતારાજ્યકક્ષા મંત્રીમોડાસા
પરસોત્તમ સોલંકીમત્સ્યોદ્યોગ અને પશુપાલનરાજ્યકક્ષા મંત્રીભાવનગર ગ્રામ્ય
બચુ ખાબડપંચાયત અને કૃષિરાજ્યકક્ષા મંત્રીદેવગઢ બારીયા
પ્રફુલ પાનસેરિયાસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણરાજ્યકક્ષા મંત્રીકામરેજ
મુકેશ પટેલવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠારાજ્યકક્ષા મંત્રીઓલપાડ
કુંવરજી હરપતિઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસરાજ્યકક્ષા મંત્રીમાંડવી ST

શપથવિધિના મંચ પર 25 ખુરસીઓ મુકાઈ
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લેવાના છે ત્યારે સચિવાલય સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. ત્રણ અલગ અલગ બનાવેલા મંચ પૈકી નિયુક્ત મંત્રીમંડળના સભ્યો માટે તૈયાર કરાયેલા મંચ પર 25 ખુરસીઓ ગોઠવવામાં આવી છે. બીજી તરફ 20 હજાર જેટલા કાર્યકરો બેસી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ યોજાવાની શરૂઆત થશે. એમાં પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપશાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી સંભાવના છે. અત્યારસુધી મળેલી જાણકારી મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 16 મંત્રી શપથ લેશે.

Source : Divyabhaskar co in

મહત્વપૂર્ણ લિંક

જુઓ શપથવિધિ કાર્યક્રમ લાઈવઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
: ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી બન્યા
: ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી બન્યા

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending