SarkariYojna
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : વરસાદથી નુકશાન થયેલા ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ એકધાર્યો પડી રહ્યો હતો અને આ વરસાદના પગલે રાજ્યના ઘણા ખેડૂતો તથા અન્ય ધંધા વાળા લોકોએ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિને જોતા લાંબી વિચારના બાદ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
રાજ્ય (Gujarat) માં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે.
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર
- અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં કૃષિ પાકને મોટું નુકસાન
- 33 ટકાથી વધુ નુકસાનીમાં સરકાર ખેડૂતોને જ સહાય ચૂકવશે
- સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ સહાયનું પેકેજ જાહેર કરાશે
સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરશે પેકેજ
જો કે, તમને જણાવી દઇએ કે, સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સહાયનું પેકેજ જાહેર કરશે. કારણ કે હાલમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી ગઇ છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાની હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરાશે.
આ પણ વાંચો- વીજળી પડે એ પહેલાં જ એલર્ટ કરી દેશે આ App, દામિની એપ ફટાફટ ડાઉનલોડ કરી લો
33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત ચુકવાશે સહાય
રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં તો ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જેને લઈને કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે.
આ પણ વાંચો- બાગાયતી ખેડૂતો માટે 60 થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ
વરસાદના કારણે ચીકુ, કેરી, મગફળી જેવાં પાકને મોટું નુકસાન
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકશાનીનો સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરાશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો
-
જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ગુજરાતના નવા નકશા ઓનલાઇન જુઓ, જાણો સંપૂર્ણ માહિતી
-
HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @hdfcbank.com
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in