SarkariYojna
ગુજરાત બજેટ 2023 : ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું? જુઓ તમામ મુખ્યવાતો
ગુજરાત બજેટ 2023 : ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ કરી છે. આ સાથે આજે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨,૨૧,૬૦૫ કરોડની જોગવાઇ કરી છે. આવો જાણીએ બજેટ 2023-24ની તમામ હાઈલાઈટ્સ.
ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું?
જળસંપત્તિ વિભાગ
- જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ
- નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ
- સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોચાડવા 725 કરોડની જોગવાઈ
- કસરાથી દાંતિવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડ
- ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રક્ચરમાં રૂપાંતર માટે 300 કરોડ
- ચેકડેમ, તળાવો ઉંડા કરવા 272 કરોડની જોગવાઈ
- પાનમ જળાશય ઉદ્વહન પાઈપલાઈનો માટે 195 કરોડ
- સાબરમતી નદી ઉપર સિરિઝ ઓફ બેરેજ બાંધવા 150 કરોડ
- ગિફ્ટ સિટી નજીક સાબરમતી રીવરફ્રંટ માટે 150 કરોડ
- તાપી-કરજણ લીંક પાઈપલાઈન માટે 130 કરોડ
- દક્ષિણ ગુજરતમાં નદીઓ ઉપર ચેકડેમ, બેરેજો બનાવવા 103 કરોડ
- મેશ્વો, ખારી, પુષ્પાવતી, રૂપેણ નદીઓ પર ચેકડેમ બાંધવા 55 કરોડ
- સરદાર સરોવર યોજના માટે 5950 કરોડની જોગવાઈ
- કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ
- વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ
- સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ
- ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ
- આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ
- સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી
- આઈ.ટી અને સ્ટાર્ટઅપના વિકાસ માટે 10 કરોડ ફળવાયા
- ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવાયા
- રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડ
- ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત 120 કરોડ ખર્ચ કરશે
આ પણ વાંચો : હવેથી વોટ્સએપ નંબર થકી પણ સીધા સીએમનો સંપર્ક કરી શકાશે, ફરીયાદ માટે સીધી સુવિધા
RTEમાં અભ્યાસ કરતા બાળકોને લઈ મહત્વના સમાચાર
- ધોરણ 8 બાદ પણ RTEમાં અભ્યાસ કરતા બાળકને મળશે મફત શિક્ષણ
- RTEમાં અભ્યાસ કરતા હોશિયાર બાળકને ધોરણ 8 બાદ પણ મળશે મફત શિક્ષણ
- RTE અતર્ગત ભણતા હોશિયાર વિદ્યાર્થીઓનો ધોરણ 12 સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે
- અત્યાર સુધી માત્ર ધોરણ 1થી 8 સુધી જ બાળકોને મળતુ હતુ મફત શિક્ષણ
- ધોરણ 8 બાદ RTEના હોશિયાર વિદ્યાર્થીઓનો ભણવાનો ખર્ચ સરકાર ઉઠાવશે
- ધોરણ 9થી 12 સુધી મફત શિક્ષણ માટે 50 કરોડ વધારાના બજેટની કરાઈ છે ફાળવણી
ગુજરાત બજેટ 2023
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ
- ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડની જોગવાઈ
- ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડની જોગવાઈ
- નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ
- સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડની જોગવાઈ
- 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ
- આરટીઓમાં સરળીકરણ માટે એમ-ગવર્નન્સ શરૂ કરાશે
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 19685 કરોડ
- મનપા, નગરપાલિકાની પાયાની સુવિધા માટે 8086 કરોડ
- સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થા માટે સહાય માટે 3041 કરોડ
- પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, તળાવ વિકાસ માટે 1454 કરોડ
- શહેરોને રેલ્વે ફાટક મુક્ત કરવા 1131 કરોડની ફાળવણી કરાઈ
- શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1066 કરોડની જોગવાઈ
- અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 2ની કામગીરી માટે 905 કરોડ
- સ્માર્ટ સિટિ મિશન હેઠળ 547 કરોડની જોગવાઈ કરાઈ
- શહેરી પરિવહન માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી
- સુરત શહેરમાં તાપી જળ શુદ્ધીકરણ માટે 250 કરોડ ફળવાયા
- સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત માટે 262 કરોડ
- નગરપાલિકા વીજબિલમાં સહાય માટે 100 કરોડની ફાળવણી
- મનપા વિસ્તારમાં આઈકોનિક બ્રિજ માટે 100 કરોડની ફાળવણી
- શહેરોમાં દીનદયાળ અંત્યોદય યોજના માટે 88 કરોડની જોગવાઈ
- મનપામાં નેચર પાર્કના નિર્માણ માટે 80 કરોડ ફળવાયા
- ફાયર વિભાગમાં સાધનો અને વાહનો માટે 66 કરોડની જોગવાઈ
- ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગામ માટે 34 કરોડ
- નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઉભા કરવા 33 કરોડ
- નગરપાલિકાઓમાં વ્યવસ્થાપન અને ટેક્નિકલ કામો માટે 18 કરોડ
- ગિફ્ટ સિટીમાં સંશોધન કામો માટે 76 કરોડની જોગવાઈ કરાઈ
પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ
- પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ
- ગ્રામ્ય માળખાકીય સુવિધાઓ માટે 2500 કરોડ
- પાણી પુરવઠાની વિના મુલ્ય વિજળી યોજના માટે 734 કરોડ
- પાણી અને સ્વચ્છતાના અમલીકરણ માટે 177 કરોડની જોગવાઈ
- ઈ-ગ્રામ યોજના માટે 160 કરોડની જોગવાઈ
- SoU અને એકતાનગર નજીકના ગામોની સુવિધા માટે 10 કરોડ
- મનરેગા યોજના હેઠળ ગ્રામિણ રોજગાર માટે 1391 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 932 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના માટે 220 કરોડની જોગવાઈ
- મહિલાઓની સશક્તિકરણ અને આર્થિક વિકાસ માટે 210 કરોડ
- સ્વચ્છ ભારત મિશન હેઠળ બાયોગેસ પ્લાન્ટ નિર્માણ માટે 200 કરોડ
- દીન દયાળ ગ્રામિણ કૌશલ્ય વિકાસ માટે 23 કરોડની ફાળવણી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિર પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ
- રમત ગમત ક્ષેત્રે રૂ.320 કરોડની જોગવાઈ કરવામાં આવી
- જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બનશે
- 500 નવી શાળાઓને IN–SCHOOL યોજનાનો લાભ અપાશે
- EMRS, GLRS, DLSS ની પણ શરૂઆત કરવામાં આવશે
આ પણ વાંચો : ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક, ફ્રી માં ડાઉનલોડ કરો
અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાદ માટે 2165 કરોડની જોગવાઈ
- 71 લાખ રાશન કાર્ડ ધારકોને અન્ન વિતરણ વ્યવસ્થા માટે 617 કરોડ
- 39 લાખ કુટુંબોને વિના મુલ્યે 2 ગેસ સિલિન્ડર માટે 500 કરોડની જોગવાઈ
- તુવેર દાળ રાહત દરે આપવા માટે NFSA અંતર્ગત 277 કરોડની જોગવાઈ
- ખાદ્ય તેલ વિતરણ માટે 128 કરોડની જોગવાઈ
- ચણા વિતરણ માટે 87 કરોડની જોગવાઈ કરાઈ
- આયર્ન અને આયોડિન યુક્ત મીઠા વિતરણ માટે 68 કરોડની જોગવાઈ
- 14 જિલ્લામાં ફર્ટિલાઈટ ચોખા વિતરણ માટે 60 કરોડની જોગવાઈ
- શ્રી અન્ન યોજના અંતર્ગત મિલેટને પ્રોત્સાહન માટે 30 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે 43651 કરોડની જોગવાઈ
- મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ
- 400 જ્ઞાન સેતુ ડે સ્કુલ માટે 64 કરોડ ની જોગવાઈ
- 10 નવી રક્ષા શકિત સ્કૂલ શરૂ થશે
- સરકારી સ્કૂલ ની જાળવણી માટે 109 કરોડ
- RTE બાદ હોશિયાર વિદ્યાથીઓ માટે ધોરણ 9થી 12નાં અભ્યાસ માટે 50 કરોડ ની જોગવાઈ
આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી @માહિતી એપ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડ
- ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડ
- ટ્રેક્ટર તેમજ કૃષી સાધનોની સહાય માટે 615 કરોડની જોગવાઈ
- ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા સહાય માટે 400 કરોડ ફળવાયા
- રાષ્ટ્રીય કૃષી વિકાસ યોજના માટે 250 કરોડની જોગવાઈ
- પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય માટે 203 કરોડ
- એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 200 કરોડ
- ખાતેદાર ખેડૂતોના આકસ્મિત મૃત્યુ, કાયમી અપંગતાના વિમા માટે 125 કરોડ
- સ્માર્ટ ફાર્મિંગ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઈ
- ખેડૂતોને મિલેટ વાવેતર પ્રોત્સાહન માટે 35 કરોડ ફળવાયા
- ખેતીમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન માટે 10 કરોડની સહાય
- ટ્રેનિંગ ફોર એગ્રીક્લચરલ લર્નિગ એન્ડ ઈન્ટીગ્રેશન મિશન માટે 2 કરોડ
- શેરડીના પાક માટે સેન્ટર ફોર એક્સિલેન્સ માટે 2 કરોડની જોગવાઈ
- બાગાયતમાં ફળપાક વધારવા માટે 65 કરોડની જોગવાઈ
- બાગાયતી પાકોમાં માળખાકીય સુવિધા માટે 40 કરોડની જોગવાઈ
- નારિયેળીની ખેતીને પ્રોત્સાહન માટે 6 કરોડની જોગવાઈ
- મસાલા પાકોના સર્ટિફાઈડ બિયારણ સહાય માટે 5 કરોડ ફળવાયા
- શહેરમાં માળી કામ રોજગારી તાલિમ માટે 3 કરોડની ફાળવણી
- કૃષિ, પશુપાલન શિક્ષણ અને સંશોધન માટે 1153 કરોડ ફળવાયા
- ગૌશાળા, પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત ગૌવંશ નિભાવ માટે 500 કરોડ
- નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 109 કરોડ ફળવાયા
- ડેરી ફાર્મ અને પશુ એકમો સ્થાપવાની સહાય માટે 62 કરોડ
- દુધ ઉત્પાદક સહકારી એકમોને માળખાકીય સુવિધા સહાય માટે 12 કરોડ
- કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે 10 કરોડની ફાળવણી
- નવા 150 પશુ દવાખાના શરૂ કરવા માટે 10 કરોડની જોગવાઈ
આ પણ વાંચો : જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા @anyror.gujarat.gov.in
મત્સ્ય બંદરોના વિકાસ અને નવિનીકરણ માટે 640 કરોડ
- સાગર ખેડૂ ડિઝલ વેટ રાહત અને પેટ્રોલ સહાય માટે 453 કરોડ
- પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 155 કરોડ ફળવાયા
- દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણીના મત્સ્ય ઉદ્યોગ માટે 117 કરોડ
- સાગર ખેડૂને કિસાન ક્રેડિટ કાર્ડમાં ધીરાણ વ્યાજ સહાય માટે 1270 કરોડ
- પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝેશન સહાય માટે 124 કરોડ
- બજાર સમિતિઓમાં વેર હાઉસ સમિતિઓના વિકાસ 38 કરોડ
- બજાર સમિતિઓમાં માળખાગત સુવિધા માટે 23 કરોડ
- સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવાધ પ્રોજેક્ટ માટે 3 કરોડ
પાણી પુરવઠા વિભાગ
- પાણી પુરવઠા વિભાગ માટે 6000 કરોડની જોગવાઈ
- નલ સે જલ યોજના માટે 2602 કરોડની જોગવાઈ
- આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે 909 કરોડ
- બુધેલથી બરોડા સુધી બલ્ક પાઈપલાઈન માટે 376 કરોડના કામો પ્રગતિમાં
- નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઈપલાઈન માટે 644 કરોડના કામો પ્રગતિમાં
- ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઈપલાઈન માટે 1044 કરોડના કામો પ્રગતિમાં
- ઘરાઈથી ભેસાંણ સુધી બલ્ક પાઈપલઈન માટે 392 કરોડના ગામો પ્રગતિમાં
આ પણ વાંચો : તબેલા લોન યોજના ગુજરાત 2023, ઘરે બેઠા અરજી કેમ કરવી ? જાણો સંપૂર્ણ માહિતી
કનુભાઈ દેસાઈ નાણામંત્રીની મુખ્યવાતો
- RTE અંતર્ગત હોંશિયાર વિદ્યાર્થીઓએ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ માટે 50 કરોડની જોગવાઈ
- શિક્ષણ વિભાગ માટે 43 હજાર 651 કરોડની જોગવાઈ
- 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડની જોગવાઈ
- ગણવેશ સહાય માટે 334 કરોડની સહાય
- આશ્રમશાળામાં રહેતા વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થા માટે 324 કરોડની જોગવાઈ
- વિદ્યાર્થીઓને લોન આપવા માટે 166 કરોડની જોગવાઈ
- આર્થિક સક્ષમ બનવા, સ્વ રોજગાર માટે 500 કરોડની જોગવાઈ
- શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 19 હજાર 685 કરોડ
- માર્ગ મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડની જોગવાઈ
- અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ માટે 2 હજાર 165 કરોડની જોગવાઈ
- પુરાતત્વ અને સંગ્રાલય ક્ષેત્રે 55 કરોડની જોગવાઈ
- બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 3 હજાર 514 કરોડની જોગવાઈ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂપિયા 568 કરોડની જોગવાઈ
- ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 8 હજાર 738 કરોડની જોગવાઈ
- પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10 હજાર 743 કરોડની જોગવાઈ
- શહેરી માળખાના ડેવલપમેન્ટ માટે 8 હજાર 86 કરોડની જોગવાઈ
- સૌની યોજના માટે 725 કરોડની જોગવાઈ
- ITIના નવા બાંધકામ-સુદ્રઢીકરણ માટે 239 કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15 હજાર 192 કરોડની જોગવાઈ
- તબીબી સેવાઓ માટે કુલ 1 હજાર 278 કરોડની જોગવાઈ
- રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા 55 કરોડની જોગવાઈ
- આયુષની વિવિધ યોજના માટે 377 કરોડની જોગવાઈ
- મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગ માટે 20 હજાર 642 કરોડની જોગવાઈ
- જળસંપત્તિ વિભાગ માટે 9 હજાર 705 કરોડની જોગવાઈ
- નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવા 1 હજાર 970 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઈ
- દિવ્યાંગજનોને સાધન સહાય માટે 52 કરોડની જોગવાઈ
- નિરાધાર બાળકોને માસિક સહાય માટે 73 કરોડની જોગવાઈ
- કુંવરબાઈ મામેરૂ યોજના હેઠળ સહાય માટે 54 કરોડની જોગવાઈ
- સાતફેરા સમૂહ લગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
- આંબેડકર આવાસ, પંડિત દિનદયાળ આવાસ યોજના માટે 222 કરોડની જોગવાઈ
- ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ
- આદિજાતિ ખેડૂતોને કૃષિ યંત્રો માટે 29 કરોડની જોગવાઈ
- સિંચાઈ સુવિધા વધારવા, સુક્ષ્મ સિંચાઈ ડ્રીપ ઈરીગેશન માટે 75 કરોડની જોગવાઈ
- શ્રમિક બસેરા બનાવવા 300 કરોડની જોગવાઈ
- પરિવહન સુવિધા પુરી પાડવા 36 કરોડની જોગવાઈ
- વિધવા સહાય યોજના માટે 1 હજાર 897 કરોડની જોગવાઈ
- 5 લાખના બદલે 10 લાખની મફત સારવાર અપાશે
- ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા લાઈબ્રેરી બનાવાશે
- પીવાનું પાણી, રસ્તા, પ્રાથમિક સુવિધાઓ આપવાનું લક્ષ્ય
- રોડના નેટવર્કને ગામડાઓ સુધી જોડવામાં આવશે
- આગામી 3 વર્ષમાં બોર્ડરના વિસ્તારોને રોડથી જોડાશે
- રાજ્યના આર્થિક વિકાસ પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખી એર કનેક્ટિવિટી વધારાશે
- દ્વારકામાં નવા એરપોર્ટનું નિર્માણ કરવાનું આયોજન
- નર્મદા યોજનાથી જળક્રાંતિ લાવીને નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડી
- કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે
- હર ઘર જળ, નળથી જળ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવ્યું
- ગ્રામ્ય સ્તરે ઈન્ટરનેટ કનેક્ટિવીટીનો વ્યાપ વધારવામાં આવશે
- ફાઈબર નેટવર્ક ઉભું કરવામાં આવશે
- ગ્રામ્ય સ્તરે ઈન્ટરનેટ કનેક્ટિવીટીનો વ્યાપ વધારવામાં આવશે
- ફાઈબર નેટવર્ક ઉભું કરવામાં આવશે
- રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અમારી પ્રાથમિકતા
- ખેડૂતોની ખુશહાલી માટે સરકાર કાર્યરત
- મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં મુડીરોકણ વધે અને સરળતાથી લોન ઉપલબ્ધ થાય તે માટે વિચારણા
- રાજ્યમાં ખાનગી મુડી રોકાણને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત કામ
- ધોલેરામાં દેશનો પ્રથમ સેમી કન્ડક્ટરનો પ્લાન્ટ સ્થપાશે
- પ્રવાસનના કારણે આદિજાતિ અને અંતરિયા ગામના લોકોને રોજગારી મળી
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સફેદ રણ, ધોળાવીરા, અંબાજી, ધરોઈ ડેમ ક્ષેત્ર
- ગીર અભ્યારણ્ય સોમનાથ, દ્વારકા સહિતના બીચને વિકસાવવા માટે 5 વર્ષમાં 8 હજાર કરોડનો ખર્ચ કરાશે
- દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવામાં આવશે
- ગિફ્ટ સિટી સમગ્ર ભારતમાં આર્થિક નગરી બનવા જઈ રહી છે
- જનસામાન્યનું જીવન ઉંચુ લઈ જવા 5 વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ કરાશે
- પાણીના દરેક ટીંપાનો મહત્તમ ઉપયોગ કરવા ગુજરાતે નવતર પહેલ કરી હતી
- સુક્ષ્મસિંચાઈ યોજના કૃષિ માટે મૂળ મંત્ર બને તે માટે યોજનામાં માટે 4 ગણું વધુ ફંડ
- જૂના અને પ્રદૂષણ કરનાર વાહનનો સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત નિકાલ કરાશે
ગુજરાત બજેટ 2023 PDF | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Content Source : vtvgujarati com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in