ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી. શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર પદ પર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે.
ગુજરાતમાં એકસાથે 25 IPS અધિકારીની બદલી
રાજ્યના 25 IPS અધિકારીની એકસાથે બદલી કરવામાં આવી છે. સોમવારની મોડી રાતે બદલીના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સિનિયર IPS અધિકારી શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યુરોમાં યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે CID ક્રાઈમમાં રહેલા રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકુમાર પાંડિયનને કાયદો-વ્યવસ્થા વિભાગનો હવાલો
આ ઉપરાંત લાંબા સમયથી ખાલી પડેલી અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 ની જગ્યા પર જયપાલસિંહ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ સ્પેશિયલ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે બદલી કરવામાં આવી છે. તો, રાજકોટ ગ્રામ્યના ડીઆઇજી તરીકે જયપાલસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્ય પોલીસબેડામાં મોટા ફેરફાર
- અજય ચૌધરીને મહિલા સેલમાં ADGP તરીકે નિયુક્તિ
- વિધિ ચૌધરીને અમદાવાદમાં સ્પે. કમિશનર તરીકે નિયુક્તિ
- જયપાલસિંહ રાઠોડની અમદાવાદમાં જોઈન્ટ JCP સેક્ટર-2માં નિયુક્તિ
- રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાના ADGP બનાવાયા
- એમ.એલ.નિનામાની IGP સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં બદલી
- સુધીર ચૌધરી IBના નવા SP તરીકે નિયુક્તિ
- બલરામ મીણાની અમદાવાદ ઝોન-1 DCP તરીકે બદલી
- હીમકરસિંહ રાજકોટ ગ્રામ્યના નવા SP બન્યા
- ઉષા રાડાની વડોદરા સેન્ટ્રલ જેલમાં નવા SP તરીકે નિયુક્તિ
- સંજય ખરાતને અમરેલીના નવા SP બનાવાયા
- ડૉ.રવિન્દ્ર પટેલને પોલીસ હાઉસિંગ બોર્ડમાં મુકાયા
- હિમાંશુ વર્માની CID ક્રાઈમ EOWના SP તરીકે નિયુક્તિ
- આલોક કુમારની સુરત ઝોન-1ના DCP તરીકે નિયુક્તિ
- વિધિ ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના SP તરીકે નિયુક્તિ
- એન.એ.મુનિયાની SRP ગ્રુપ-3માં નિયુક્તિ
- વસંતકુમાર નાયી પાટણના નવા SP તરીકે નિયુક્તિ
- મેઘા તેવરની સાબરકાંઠા SRPમાં બદલી
- IPS સુધિર દેસાઈને ગાંધીનગર ઈન્ટેલિજન્સમાં મુકાયા
- લીના પાટિલને JCP ક્રાઈમ એન્ડ લો ઓર્ડરમાં મુકાયા
- કોમલ વ્યાસની જામનગર SRPમાં બદલી
- ભરતકુમાર રાઠોડની અમદાવાદ ઝોન-2 DCP તરીકે નિયુક્તિ
- અભિષેક ગુપ્તાની વડોદરા ઝોન-3 DCP તરીકે નિયુક્તિ
- પશ્ચિમ કચ્છ ભુજના SP તરીકે વિકાસ સુંદાની નિયુ