Connect with us

SarkariYojna

GSSSB કાયદા અધિકારી ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

GSSSB કાયદા અધિકારી ભરતી 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા કાયદા અધિકારી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GSSSB કાયદા અધિકારી ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામકાયદા અધિકારી
અરજી કરવાની પ્રક્રિયાઑફલાઇન

પોસ્ટના નામ

  • કાયદા અધિકારી

શૈક્ષણિક લાયકાત :

  1. ભારતની માન્ય યુનિવર્સિટીમાં ઓછામાં ઓછી કાયદાના સ્નાતકની ડીગ્રી
  2. કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઇએ.
  3. સરકારશ્રીના પ્રવર્તમાન ધોરણો અનુસાર ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝિક નોલેઝ ધરાવતો હોવો જોઇશે.
  4. મહત્તમ વય મર્યાદા : 40 વર્ષ

અનુભવ

  1. ઓછામાં ઓછો ૫ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ ધરાવતા જોઇએ કે જે પૈકી નામ. હાઇકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/ વિભાગીય કચેરીઓમા સરકાર વતી નામ. સુપ્રીમ/હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
    પસંદગી
  2. સચિવશ્રી કક્ષાર્થી નીચલા દરજ્જાના ના હોય તેવા અધિકારીની અધ્યક્ષતામાં સંબંધિત વિભાગમાં બનેલી પસંદગી સમિતિ દ્વારા.

નિમણૂક બાબત

  1. ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં નોંઘણી ધરાવતો હોવો જોઇએ.
  2. પૂર્ણ સમય માટે માત્ર ૧૧ માસ કરાર આધારિત સેવાઓ લઇ શકાશે. જે જરૂરિયાત પ્રમાણે ૧૧ માસની મુદત માટે ત્યારબાદ વધુ બે ટર્મ સુધી આ સમયગાળો કરારીય સેવાઓની પ્રવર્તમાન જોગવાઇઓને કાયદાકીય બાધ ન આવે તે રીતે વધારી શકાશે,
  3. પસંદગી સમિતી કાયદા અધિકારીની કામગીરીની દર ત્રણ માસે સમિક્ષા કરી, આ સેવાઓ
    અસંતોષકારક જણાય તો એક માસની નોટિસ આપી કાયદા અધિકારીની સેવાઓનો અંત લાવી શકશે.

મહેનતાણું અને રજા

  1. કાયદા અધિકારીને આ જગ્યા પર માસિક રૂ. ૬૦,૦૦૦/- ના એકત્રિત વેતન મળવાપાત્ર થશે. આ વેતન ઉપરાંત કોઇપણ જાતના ભથ્થા વિ. મળવાપાત્ર થશે નહીં.
  2. કરારના સમય દરમિયાન તેઓને એકત્રિત વેતનમાં કોઇપણ પ્રકારનો વધારો કે ઈજાફો મળવાપાત્ર થશે નહીં તથા વચગાળાની રાહત તથા બીજા લાભો મળવા પાત્ર થશે નહીં.
  3. કરારના સમયગાળા દરમિયાનની નોકરી બદલ પેન્શન, બોનસ, એલ.ટી.સી. એન્કેશમેન્ટ ઓફ લીવ,
    પેશગી કે તેવો અન્ય નાણાકીય લાભો મળવાપાત્ર થશે નહીં.
  4. કરારના સમયગાળા દરમિયાન તેઓનું અવસાન થાય તો બજાવેલ સમયગાળાની એકત્રીત લેણી રકમ તેઓના કુટુંબીજનોને મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ, એક્ષ ગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા આનુષંગિક લાભ મળવાપાત્ર થશે નહીં.
  5. કાયદા અધિકારીને સરકારી કામે પ્રવાસ પર જવાનું થાય તો સરકારશ્રીના પર્તમાન ધોરણો મુજબ
    મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થુ મળવાપાત્ર રહેશે.
  6. કાયદા અધિકારીને કરારના સમયગાળા દરમ્યાન ૧૧ (અગીયાર) પરચુરણ રજા મળવાપાત્ર થશે. અન્ય કોઇ રજા મળવાપાત્ર થશે નહીં.

અન્ય બાબતો

  1. કાયદા અધિકારીએ કાર્ય મથક પર રહેઠાણ રાખવાનું ફરજીયાત રહેશે અને અધિકૃત અધિકારીની પરવાનગી વગર તેઓ મુખ્ય મથક છોડી શકશે નહીં. (સરકારી કામ માટે તેઓ ચોવીસ કલાક બંધાયેલા છે અને સરકારને તેમની સેવાની જરૂર પડે ત્યારે તેમણે અચૂક હાજર રહેવાનું રહેશે.
  2. કાયદા અધિકારીએ પોતાના Email તથા Mobile number સા.વ.વિના nodal officer, કાયદા વિભાગની monitoring શાખા તથા સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પુરા પાડવાના રહેશે.
  3. કરાર આધારિત કાયદા અધિકારીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી ખાતે ફરજો બજાવવાની રહેશે.
  4. તેઓને ગુજરાત રાજય સેવા(વર્તણુંક) નિયમો-૧૯૭૧ માં ઠરાવેલ બાબતો બંધનકર્તા રહેશે. અને તેનો ભંગ થયેથી કરાર આધારિત સેવાઓ કોઇપણ જાતની કાર્યવાહી વગર સમાપ્ત કરી શકાશે.
  5. 5. કરારના સમયગાળા દરમિયાન અન્ય જે કોઇ અગત્યની માહિતી તેમના ધ્યાનમાં કે જાણમાં આવે તે માહિતી કાયદા અધિકારી ખુલ્લી કરશે નહિ, પ્રગટ કરશે નહીં કે જાહેર કરશે નહીં. પોતે જે માહિતી પ્રાપ્તકરે તે અંગે તેમણે ગુપ્તતા જાળવવાની રહેશે.
  6. નિમણૂંક પત્ર મળ્યા તારીખથી દિન-૭ વિભાગમાં ફરજ હાજર રહેશે. જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેઓને આ નિમણૂક સ્વીકાર્ય નથી તેમ ગણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફરજો અને કામગીરી

  1. મંડળની કાયદાકીય બાબતો અંગે સરકાર પક્ષે સરકાર વતી કોર્ટમાં બચાવ કરવા માટે સરકારના સંબંધિત સરકારી વકીલને બ્રીફ સાથે કેસની વિગતોથી વાકેફ કરાવવાના રહેશે.
  2. કાયદા અધિકારીએ મંડળની કચેરી કક્ષાએ કેસોનાં મોનીટરીંગ, સુપરવીઝન, કેસની બ્રીફ તૈયાર કરવાની કામગીરી કરવાની રહેશે. દર માસે કેટલા કોર્ટ કેસોની કેટલા કેસોમાં સરકાર પક્ષે તેમજ કેટલા કેસોમાં સરકાર વિરુદ્ધ ચુકાદા આપ્યા તેની કોર્ટ/કેસવારની ચોક્કસ માહિતી સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને દર સપ્તાહે અચુક રજૂ કરવાની રહેશે.
  3. મંડળની લીગલ મેટર્સમાં સલાહ આપી, સરકારી વકીલશ્રીને કેસની વિગતો તૈયાર કરીને જરૂરી કાયદાકીય સલાહ આપવાની રહેશે. 4. રીસર્ચ (સંશોધન) ની કામગીરી.
  4. મંડળના કોર્ટ કેસમાં Statement નોંધ તથા પેરા વાઇસ રીમાર્કસ તૈયાર કરીને, પુરાવા/પુર્તતા
    સબંધિત સરકારી વકીલશ્રીને પુરા પાડવાના રહેશે.
  5. સરકાર વતી સમયસર એફીડેવીટ-ઇન-રીપ્લાય તૈયાર કરી સમયસર (Well in time) દાખલ થાય એ જોવાનું રહેશે. અસરકારક બચાવ અને મંડળના કોર્ટ કેસોમાં નામદાર કોર્ટમાં સરકારનું હિત જળવાઈ રહે તે અંગે પુરતી કાળજી લેવાની રહેશે.
  6. કાયદા અધિકારી તરીકે નિમણૂંક પામનારા એડવોકેટશ્રીએ નેશનલ લીટીગેશન સ્ટેટ લીટીગેશન પોલીસી રાજ્ય સરકાર વતી સરકાર સામે તેવા કેસોના મોનિટરીંગ અને કાર્યવાહી અંગે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
  7. કાયદા અધિકારી તરીકે નિમણૂંક પામનારા એડવોકેટશ્રીએ નેશનલ લીટીગેશન સ્ટેટ લીટીગેશન પોલીસી રાજ્ય સરકાર વતી સરકાર સામે તેવા કેસોના મોનિટરીંગ અને કાર્યવાહી અંગે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
  • I. Focusing core issues involved the litigation and addressing them squarely.
  • ।. Managing and conducting litigation in cohesive, coordinated and time bound
  • III. Ensuring that correct and relevant document placed before the court.
  • IV. Pending with the government party be priority basis enable quick disposal. V. Propose monitoring and review mechanism to government in important cases avoid delay.
  1. મંડળની કચેરીના કેસોની સંખ્યા, તેનું વર્ગીકરણ અને ક્યાં સ્ટેજ પર કેસ છે તે અંગેની માહિતી એકઠી કરવાની રહેશે. તેનું Online portal પર મોનીટરીંગ કરવાનું રહેશે.
  2. કાયદા અધિકારીએ નામદાર કોર્ટમાં મંડળના કોર્ટ કેસોમાં મોનીટરીંગ કરવાનું રહેશે અને જે કોઇ હુકમ / અંતિમ ચુકાદો આવે એટલે કે તાત્કાલિક સચિવશ્રીને લેખિતમાં વાકેફ કરવાના રહેશે.
  3. કોર્ટમાં દરેક તારીખે મંડળ જણાવે તે કેસમાં હાજરી આપવાની રહેશે.
  4. કાયદા અધિકારીએ મંડળના કેસો સિવાયની મહત્વની કાયદાકીય બાબતોમાં હકીકતના આધારે અભિપ્રાય આપવાનો અપેક્ષિત હોય તો કાયદાકીય અભિપ્રાય આપવાનો/મેળવી આપવાનો રહેશે.

પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)

અરજી મોકલવાનું સ્થળ

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, “કર્મયોગી ભવન”, બ્લોક નંબર 2, પહેલો માળ, B/H નિર્માણ ભવન, સેક્ટર – 10A, ગાંધીનગર – 382010

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
GSSSB કાયદા અધિકારી ભરતી 2023
GSSSB કાયદા અધિકારી ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending