--ADVERTISEMENT--

GPSCના ઉમેદવારો માટે વર્ગ 1-2 ભરતી જાહેર, આયોગે કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી

GPSC વર્ગ 1-2 ભરતી
--ADVERTISEMENT--

GPSC Class 1-2 Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ઉમેદવારો માટે વર્ગ 1-2 માટે કુલ 244 જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે.આ વર્ગ 1 અને 2ની ભરતી માટે ના ઓનલાઇન ફોર્મ આજે શુક્રવારથી 23 માર્ચ, 2025 સુધી અરજી કરી શકશો.

--ADVERTISEMENT--

GPSC વર્ગ 1-2 ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક. ૨૪૦/૨૦૨૪-૨૫ તારીખ-૦૭/૦૩/૨૦૨૫ (બપોરનાં ૧૩:૦૦ કલાક) થી તારીખ-૨૩/૦૩/૨૦૨૫ (રાત્રિનાં ૧૧:૫૯:૦૦ કલાક) સુધી (Online અરજીઓ મંગાવવામાં આવે છે.સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.

GPSC ભરતી 2025

અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે તથા આયોગ દ્વારા નિયત થયેથી જાહેરાતની પરીક્ષા માટે સંમતિ તથા સંમતિ ડિપોઝીટ લઈ શકાશે.ઉપરોકત જાહેરાતોમાં “ નિશાની કરેલ જગ્યાઓમાં અમુક જગ્યાઓ દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જગ્યાઓ તરીકે સામાવિષ્ટ છે. જે માટે જાહેરાતની વિગતવાર સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.

GPSC વર્ગ 1-2 ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

GPSC વર્ગ 1-2 ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • GPSC વર્ગ 1-2 સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in/
  • GPSC વર્ગ 1-2 ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ફાઈલ તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરી દો.

Join WhatsApp

Join Now

Leave a Comment