google news

કામની સ્કીમ / સરકાર દર મહિને આપશે 5 હજાર રૂપિયા પેન્શન, ફટાફટ કરો અરજી

પેન્શન પ્લાનિંગ ખૂબ મહત્વનું છે. જો તમે પણ તમારા રિટાયરમેન્ટ (Retirement Plan) ને સુરક્ષિત રાખવા માટે સિક્યોર જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો. આજે અમે તમને સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojana- APY) વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પતિ-પત્ની અલગ-અલગ એકાઉન્ટ ખોલીને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. આ યોજનાના ઘણા લાભો (Atal Pension Benefits) અન્ય પણ છે . ચાલો તેના વિશે જાણીએ.  

શું છે અટલ પેન્શન યોજના ? 

અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) એક એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર નિર્ભર કરે છે. આ સ્કીમ હેઠળ તમે ન્યૂનતમ 1,000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો. આ એક સુરક્ષિત રોકાણ છે.  

કોણ કરી શકે છે રોકાણ ?  

અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે તે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે.  

અટલ પેન્શન યોજનાના લાભ

  • વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.
  • સ્વૈચ્છિક રીતે નિવૃતસમય માટેનું રોકાણ આ યોજનાનો હેતું છે.
  • અસંગઠીત સેકટરના કામદારો માટે કેન્દ્રિત  રહેશે.
  • અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.
  • લાયકાતઃ ઓછામાં ઓછી વય ૧૮ વષર્ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ રહેશે.
  • વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા  કરાશે.

અટલ પેન્શન યોજનાનો લાભ લેનારની યોગ્યતા

અટલ પેન્શન યોજના (એપીવાય) ૧૮થી ૪૦ વર્ષ સુધીની વયના તમામ ભારતીય નાગરિકો માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી સરકારે નિર્ધારિત કરેલી રકમ ભરવી પડે છે. કોઈપણ બેન્ક ખાતેદાર જે કોઈપણ પ્રકારના આવી સામાજિક સુરક્ષા યોજનાનો સદસ્ય ન હોય તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

  • રૂ.૧૦૦૦/- થી રૂ.૫૦૦૦/- સુધીના માસિક પેન્શન માટે લાભાર્થી એ રૂ.૪૨/- થી ૨૯૧/- સુધીનો ઉંમર આધારિત  ફાળો ભરવાનો રહેશે.
  • ફાળાનું સ્તર વ્યિક્તની ઉંમર સાથે સકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિ ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.

આ યોજનામાં રોકાણ માટે પ્રોત્સહન આપવા ૩૧-૧૨-૨૦૧૫ પહેલાં નવું ખાતું ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્વારા  ખાતેદારને દર વર્ષ  મહત્તમ રૂ.૧૦૦૦/- ની મયાર્દામાં અથવા ખાતામાં રહેલ કુલ ફાળાના ૫૦% માંથી જે ઓછુ હશે તે જમા કરાવવામાં આવશે. (૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ સુધી)વતર્માન રાષ્ટ્રીય સ્વાવલંબન યોજનાના બચતદારો આપોઆપ અટલ પેન્શન યોજનામાં તબદીલ થશે.

કેવી રીતે મળશે 5,000 રૂપિયાની પેન્શન  

આ યોજનામાં 39 વર્ષથી ઓછી ઉંમરના પતિ-પત્ની અરજી કરી શકે છે. જો પતિ-પત્નીની ઉંમર 25 વર્ષ કે તેથી ઓછી છે, તો તેઓ APY એકાઉન્ટમાં દર મહિને 226 રૂપિયાનું યોગદાન આપી શકે છે. જો પતિ-પત્નીની ઉંમર 35 વર્ષ છે, તો તેઓએ દર મહિને તેમના સંબંધિત APY એકાઉન્ટમાં 543 રૂપિયા જમા કરાવવા પડશે. ગેરન્ટીડ મંથલી પેન્શન ઉપરાંત જો જીવનસાથીમાંથી કોઈ એકનું મૃત્યુ થાય છે, તો જીવિત જીવનસાથીને દર મહિને સંપૂર્ણ જીવન પેન્શન સાથે 5.1 લાખ રૂપિયા મળશે.  

યોજનાના ફાયદા  

આ યોજના હેઠળ 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નોમિનેશન કરાવી શકે છે. તેના માટે અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોવું આવશ્યક છે. તમારી પાસે માત્ર એક અટલ પેન્શન એકાઉન્ટ હોઈ શકે છે. તમે આ સ્કીમ હેઠળ જેટલું વહેલું રોકાણ કરો છો, તેટલો વધુ ફાયદો તમને મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની ઉંમર પછી તેણે દર મહિને 5000 રૂપિયાની માસિક પેન્શન માટે માત્ર 210 રૂપિયા પ્રતિ માસ જમા કરાવવા પડશે. આ રીતે આ યોજના એક સારા નફાની યોજના છે.  

ટેક્સ બેનિફિટ (Tax Benefit Scheme)

  જો તમે ઈન્કમ ટેક્સ ભરો છો તો તમને આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ પણ મળશે. અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને આવકવેરા અધિનિયમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ મળે છે. જો આ યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય છે, તો તેના પરિવારને લાભ મળતો રહે છે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

યોજનામાં જોડાવતા સમયે નોમિનેશન આપવું/કરવું જરૂરી છે ?

હા.. APY ખાતામાં નોમિનીની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે. જયાં લાગુ પડતું હોય ત્યાં, પતિ/ પત્ની ની વિગતો ફરજિયાત છે. તેમનો આધાર નંબર પણ આપવો જરૂરી છે.

હું કેટલાં APY ખાતાં ખોલાવી શકું છું ?

ગ્રાહકના માત્ર એક APY ખાતું ખોલી શકે છે અને તે અનન્ય છે.

અટલ પેન્શન યોજના શું છે ?

અટલ પેન્શન યોજના (APY) એ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજના હેઠળ, ગ્રાહકોને તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- , અને 5,000/- ગેરંટીડ માસિક પેન્શન 60 વર્ષની ઉમરે આપવામાં આવશે.

અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના


લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો