Connect with us

Updates

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ 1.4 કિલોમીટર લાંબા બ્રિજમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ .

Published

on

સમગ્ર વિશ્વમાં 21 મી જૂનના દિવસેને ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા ‘માનવતા માટે યોગાના થીમ સાથે તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, પાલિકા પ્રમુખ અમીત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ઘર્મેશ મિસ્ત્રી, એસ.પી. ડૉ.લીના પાટીલ સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના 1000 થી પણ વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ 1.4 કિલોમીટર લાંબા બ્રિજમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ 1.4 કિલોમીટર લાંબા બ્રિજમાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

141 વર્ષમાં પહેલી વખત ભરૂચના ગોલ્ડન બ્રિજમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવવામાં આવી અને ભરૂચ અને ગુજરાતના ગૌરવ એવા ગોલ્ડનબ્રિજ ઉપર પ્રથમ વખત વિશ્વ યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી

ગોલ્ડન બ્રિજ ઉપરાંત આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં કબીર વડ, અંકલેશ્વરમાં તાલુકા સેવા સદન, જંબુસરમાં સરસ્વતી વિદ્યા મંદિર, આમોદમાં સ્વામીનારાયણ ગુરૂકુલ, સરભાણ રોડ, હાંસોટમાં કાકાબા હોસ્પીટલ, વાગરામાં શ્રીમતી એમ એમ પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ, ઝઘડીયામાં દિવાન ધનજીશા હાઇસ્કૂલ, વાલીયામાં શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર, નેત્રંગ આદર્શ નિવાસી શાળા, ભરૂચ નગરપાલિકામાં માતરિયા તળાવ, અંકલેશ્વર નગરપાલિકા જવાહરબાગ તથા જંબુસર નગરપાલિકામાં સ્વામીનારયણ મંદિર અને આમોદ નગર પાલિકામાં ચામડિયા હાઇસ્કૂલમાં સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમ યોજાયા હતા.

ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવા યોગાનું આયોજન
જિલ્લાકક્ષાની ગોલ્ડનબ્રિજમાં યોગાની ઉજવણીમાં વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, શાળા, કોલેજો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને નગરજનો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકા, ગ્રામ્ય, શાળા, કોલેજો, સંસ્થા, નગર પાલિકા ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું . ગોલ્ડનબ્રિજમાં સાજ શણગાર, ટીવી સ્ક્રીન, સ્પીકર્સ અને તમામ વ્યવસ્થા બાદ ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવા યોગાનું આયોજન ભરૂચના આંગણે કરાયું છે.

પોલીસે પણ યોગ દિવસની અનોખી ઉજવણી કરી
આવીજ રીતે ભરૂચ પોલીસે પણ યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી. નર્મદા નદીમાં ફ્લોટિંગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેના ઉપર જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યા. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ફ્લોટિંગ યોગાનું આયોજન કરાયું હતું. ભરૂચમાં આ અનોખા યોગા કાર્યક્રમને શહેરીજનોએ નર્મદા મૈયા બ્રિજ પરથી માણ્યો હતો.

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending