SarkariYojna
ગણેશ ચતુર્થી 2022 : જાણો ગણેશ સ્થાપનાના શુભ મુર્હત અને પૂજાવિધિ વિષે
ગણેશ ચતુર્થી 2022 : ગણેશ ચતુર્થી દિવસને ભગવાન શ્રીગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે . ગણેશ ચતુર્થી પર, ભગવાન શ્રીગણેશને જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં થયો હતો. વર્ષ 2022 માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં ૩૧ ઓગસ્ટ 2022 ના રોજ આવે છે. તો ચાલો આપને ગણેશ ચતુર્થી 2022 ગણેશ સ્થાપનાના શુભ મુર્હત તેમજ પૂજાવિધિ વિષે જાણકારી મેળવવીએ.
ગણેશ ચતુર્થી ૨૦૨૨
ગણેશ ચતુર્થી 2022 : ગણેશ ચતુર્થી, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશભરમાં ઉજવાતા મુખ્ય હિંદુ તહેવારોમાંનો એક છે. આ તહેવાર હિંદુ ચંદ્ર કેલેન્ડર મુજબ ભદ્રા (ભાદરવો) મહિનામાં આવે છે. ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન લોકો ભગવાન શ્રીગણેશની પ્રતિમાઓને અલગ-અલગ હાવભાવમાં સ્થાપિત કરે છે, જે દુષ્ટતા પર દેવતાની જીત દર્શાવે છે.
આ દસ-દિવસીય લાંબો તહેવાર સમગ્ર દેશમાં, ખાસ કરીને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગોવા, કર્ણાટક મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.
31 ઓગસ્ટના રોજ વિઘ્નહર્તા ભગવાન ગણેશને ઘરે-ઘરે બિરાજમાન (સ્થાપના) કરવામાં આવશે. આ 10 દિવસ લાંબો તહેવાર ગણેશ ચતુર્થીથી શરૂ થશે અને અનંત ચતુર્દશી સુધી ચાલશે. આ દરમિયાન તમે ભગવાન ગણેશને વિવિધ વસ્તુઓ અર્પણ કરી શકો છો. આવો જાણીએ આ 10 દિવસના ગણેશ ચતુર્થીના આનંદ વિશે.
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે દેશભરમાં ગણપતી બ્પ્પાની આગમનની ઘેર-ઘેર તૈયારીઓ ચાલી રહી છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો ગણેશ ચતુર્થી માટે ઉત્સાહિત છે. શેરીઓમાં, ચોકમાં અને અલગ-અલગ જગ્યાએ ભગવાન ગણેશને બિરાજમાન કરવા માટે પંડાલો સજાવવામાં આવ્યા છે.
ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી અને ગણેશ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
ગણેશ સ્થાપનાના શુભ મુર્હત
ગણેશ ચતુર્થી પહેલા કોઈપણ સમયે ભગવાન ગણેશની મૂર્તિ ઘરે લાવી શકાય છે પરંતુ તેની સ્થાપના શુભ દિવસે અને ચતુર્થી તિથિ હોય તે સમયે કરવી જોઈએ.
જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે ભાદો મહિનાની સંકષ્ટી ચતુર્થી એટલે કે 30 ઓગસ્ટે મંગળવારે બપોરે 3.33 કલાકે ચતુર્થી તિથિ શરૂ થશે. જ્યારે 31 ઓગસ્ટે બપોરે 3.22 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિના કારણે ગણેશ ચતુર્થી વ્રત 31 ઓગસ્ટે રાખવામાં આવશે. આ દિવસે, શુભ સમય બપોરે 11:05 થી 1:38 સુધીનો છે.
- અમૃત યોગ : સવારે 07.05 થી 08.40 સુધીનો
- શુભ યોગ : સવારે 10:15 થી 11:50 સુધી
ગણેશ ચતુર્થી પૂજા
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજા શરૂ કરતા પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી ગણેશજીની સામે બેસીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. અક્ષત, ફૂલ, દુર્વા ઘાસ, મોદક વગેરે ભગવાન ગણેશને અર્પણ કરવા સાથે ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. આ કર્યા પછી બાપ્પાની સામે ધૂપ, દીપક અને અગરબત્તી પ્રગટાવો. ગણેશ આરતી અને મંત્રોનો જાપ કરો.
નોંધ – Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો
ગણેશ ચતુર્થીના દિવસે હળદર, નારિયેળ,મોદક, સોપારી, ગલગોટાના ફૂલ, કેળા વગેરે ચઢાવવાથી ગણપતિ પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવે છે.
આ પણ વાંચો – તમારા ગામ કે શહેર નો ઓનલાઈન નકશો, અહીંયાથી નકશો જુઓ
મહત્વપૂર્ણ લિંક્સ:
હોમપેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગણેશ ચતુર્થી 2022 કઈ તારીખે છે?
વર્ષ 2022 માં ગણેશ ચતુર્થીનો દિવસ અંગ્રેજી કેલેન્ડરમાં ૩૧ ઓગસ્ટ 2022 ના રોજ આવે છે
ગણેશ સ્થાપનાના શુભ મુર્હત ક્યાં છે.
જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે ભાદો મહિનાની સંકષ્ટી ચતુર્થી એટલે કે 30 ઓગસ્ટે મંગળવારે બપોરે 3.33 કલાકે ચતુર્થી તિથિ શરૂ થશે. જ્યારે 31 ઓગસ્ટે બપોરે 3.22 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિના કારણે ગણેશ ચતુર્થી વ્રત 31 ઓગસ્ટે રાખવામાં આવશે. આ દિવસે, શુભ સમય બપોરે 11:05 થી 1:38 સુધીનો છે.
અમૃત યોગ : સવારે 07.05 થી 08.40 સુધીનો
શુભ યોગ : સવારે 10:15 થી 11:50 સુધી

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in