Connect with us

SarkariYojna

ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો @g3q.co.in

Published

on

ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.

ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઇનામો અને પુરસ્કારો – (G3Q Prizes)

દર અઠવાડિયે તાલુકા-નગરપાલિકા મુજબના 252 અને વોર્ડ મુજબના 170 વિજેતાઓને રૂ. 1.60 કરોડના ઈનામો. 15 અઠવાડિયામાં, કુલ રૂ. 25 કરોડના ઈનામો અને અભ્યાસ પ્રવાસ આપવામાં આવશે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઈનામની વિગતો:

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) 

  • શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૨૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૧૫૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૦૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
  • કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ ૦૧) રૂ.૩૧૦૦/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ ૦૪) રૂ.૨૧૦૦/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ ૦૫) રૂ.૧૫૦૦/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ – Gujarat Quiz Competition Prizes 2022

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને ૩,૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

G3Q Quiz Competition 2022

કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ 

  • પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ આપવામાં આવશે. 
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે
  • ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ – ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

આ પણ વાંચો – સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2022

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ

  • આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. 

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

  • પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,
  • દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,
  • તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે. 

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો : 

  • પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ,
  • દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,
  • તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો:

જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે. ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.

આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા

જાહેર કરવામાં આવશે. રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. 

આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

  • પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ,
  • દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ,
  • તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો :

  • પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નુ ઈનામ,
  • દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું
  • ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ 

સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામા આવશે.

ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની + ર બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. 

આ પણ વાંચો- જાણશે ગુજરાત , જીતશે ગુજરાત

આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને

તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર

જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે?

આ ક્વિઝ માટે હજારો પ્રશ્નો સમાવવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો
ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending