Connect with us

News

CM વિજય રૂપાણીની મોટી જાહેરાતઃ આ 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ

Published

on

ગુજરાત હાઈકોર્ટના લોકડાઉન અને કરફ્યૂ સહિતનાં નિર્દેશને પગલે સીએમ વિજય રૂપાણીએ સાંજે કોર કમિટીની બેઠક માટે મોટા નિર્ણય લેવામાં આવે છે. રાજ્યના 20 જિલ્લામાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર સંપુર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી દર શનિ-રવિ સરકારી કચેરીઓમાં રજા રહેશે. લગ્નપ્રસંગમાં માત્ર 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.

ભારત સરકાર તરફથી ખાસ ટીમ ગુજરાત આવશે

ગૃહમંત્રી, પ્રધાનમંત્રી કાર્યલાય પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અમિતભાઈએ પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભારત સરકાર તરફથી ખાસ ટીમ અહીં આવશે. અને કોરોનાનું માર્ગદર્શન આપવામાં આવશે. જે રીતે કેસોની સંખ્યા વધી છે. ગુજરાત સરકારે 3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એટલે રેમડેસિવિરની અછત નહીં સર્જાય. ઓક્સિજન નિર્માતાઓને 70 ટકા ઓક્સિજન આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવો પડશે. અને 30 ટકા ઔદ્યોગિક વપરાશ માટે મોકલી શકાશે. 

આ 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો બુધવારથી અમલ શરૂ

અમદાવાદસુરત
વડોદરારાજકોટ
ગાંધીનગરજૂનાગઢ
જામનગરભાવનગર
આણંદનડિયાદ
મહેસાણામોરબી
પાટણગોધરા
દાહોદભૂજ
ગાંધીધામસુરેન્દ્રનગર
ભરૂચઅમરેલી

સીએમ રૂપાણીએ આગળ જણાવ્યું કે આજે હાઈકોર્ટે સરકારને સલાહ અને માર્ગદર્શન આપતાં અમે નિર્ણય કર્યો છે કે, 20 શહેરોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યૂ હતો જ. પણ હવે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઈટ કરફ્યૂ લાગુ થશે. 

આ 20 શહેરોમાં હવે રાત્રે 9 વાગ્યાના બદલે 8 વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવામાં આવશે. અને સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ થશે. અને આ કરફ્યૂ 30 એપ્રિલ સુધી લાગુ થશે. લગ્નપ્રસંગમાં 10મી એપ્રિલથી 100 લોકોને જ છૂટ આપવામાં આવશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending