Updates
સ્માર્ટફોન સહાય યોજના – સ્માર્ટફોન ખરીદવા માટે રૂ.6000 ની સહાય
ખેડૂતો માટે ખુશ ખબર.. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂત મિત્રો માટે સ્માર્ટફોન સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે રૂ.6000 ની સહાય મળવાપાત્ર છે. આ યોજના પહેલા પણ અમલમાં હતી પણ એ સમયે યોજનાની મળવાપાત્ર સહાય માત્ર રૂ 1500 જ હતી પરંતુ આ યોજનામાં 40% છૂટ આપવામાં આવી છે અને આ યોજના અમલમાં મુકવામાં આવી છે.તો શું છે સંપૂર્ણ માહિતી જાણો આજના લેખમાં.
સ્માર્ટફોન સહાય યોજના 2022
➡️ આ યોજનાનો લાભ લેવા માટે i-khedut વેબ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.સૌપ્રથમ મિત્રો તમારે પહેલા મોબાઈલ કે કમ્પ્યુટરમાંથી કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તેમાં https://ikhedut.gujarat.gov.in/ ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. વેબસાઈટ ઓપન થયા બાદ તમને ત્યાં યોજનાઓનો એક વિકલ્પ દેખાશે. તમારે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ એક નવું મેનુબાર તમારી સમક્ષ ઓપન થઇ જશે.
➡️ ત્યારબાદ તેની અંદર તમને ખેતીવાડી યોજનાઓનો એક વિકલ્પ દેખાશે ત્યાં તમારે તેની સામે વિગતો માટે અહીં ક્લિક કરો એવો વિકલ્પ દેખાશે તમારે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમને ઘણી બધી યોજનાઓ લગભગ 49 જેટલી યોજનાઓનું લિસ્ટ તમારી સમક્ષ દેખાશે. ત્યાં તમારે સ્માર્ટફોન ની ખરીદી પર સહાય યોજના દેખાશે. ત્યાં તમારે તેની સામે લખેલ વધુ વિગતો માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.
➡️ તો ત્યાં તમને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના દેખાશે. ત્યાં તમને સ્માર્ટફોન ની ખરીદી પર કિંમતના 40% સહાય અથવા રૂ.6000 માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.આ યોજનાનો લાભ અરજદારને એક જ વખત મળવાપાત્ર થશે.
♻️ અરજી ફોર્મ કેવી રીતે ભરવું :
- અરજદારે અરજી ફોર્મ ઓનલાઈન https://ikhedut.gujarat.gov.in/ ની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરવાનું રહેશે.
- વેબસાઈટ ઉપર તમને અરજી કરવા માટેનું ફોર્મ દેખાશે તમારે ત્યાં સંપૂર્ણ માહિતી તમારું નામ, અટક, જાતિ તેમજ જન્મ તારીખ સંપૂર્ણ રીતે સાચી લખવાની રહેશે.
- આ ફોર્મ માત્ર ઓનલાઈન ભરવાનું રહેશે ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે આ ફોર્મ કોઈપણ કચેરીએ જમા કરાવવાનું નથી.
- જો તમારી સહાય મંજુર થશે તો તમને મેસેજ અથવા તો ગ્રામ સેવક દ્વારા જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો : ધોરણ 12 પાસ માટે જુનિયર ક્લાર્ક ની ભરતી
♻️ અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે :
- 7/12 અને 8/અ જમીનની નકલ
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રેશનકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રહેઠાણનો પુરાવો
➡️ અરજદારે અરજી કરતી વખતે ઉપર આપેલાં ડોક્યુમેન્ટ અવશ્ય ઓનલાઇન અપલોડ કરવાનો રહેશે.
ઓફિશિયલ વેબસાઇટ : અરજી અહીંથી કરો
♻️ અરજી કરવાની તારીખ : 21/02/2022 થી 21/03/2022
આભાર તમારો અમારી વેબસાઇટ ઉપર આવવા બદલ.અહીં તમને દરરોજ નવી-નવી યોજનાઓ અને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીઓની માહિતી અને હેલ્થ ટિપ્સ તેમજ અન્ય બાબતો જાણવા માટે લેખ વાંચતા રહો
નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ
જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in