SarkariYojna
240 કિમીની રેન્જ ધરાવતું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, કિંમત 70 હજારથી ઓછી
ઇલેક્ટ્રિક મોબિલિટી સ્ટાર્ટ-અપ iVOOMi એનર્જીએ આજે ભારતીય બજારમાં તેના S1 ઇલેક્ટ્રિક સ્કૂટરની નવી સીરીઝ લોન્ચ કરી છે, જેમાં S1 80, S1 200 અને S1 240નો સમાવેશ થાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 69,999 રૂપિયાથી શરૂ થાય છે અને 1.21 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આ નવું વેરિઅન્ટ કુલ 3 કલર્સમાં આવે છે, જેમાં પીકોક બ્લુ, નાઈટ મરૂન અને ડસ્કી બ્લેકનો સમાવેશ થાય છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર 1 ડિસેમ્બરથી કંપનીની ઓફિશિયલ ડીલરશિપ પર સેલિંગ માટે ઉપલબ્ધ થશે. જો કે કસ્ટમર અગાઉનું S1 મોડલ પણ ખરીદી શકશે જેના માટે 85,000 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે.
240 કિમીની રેન્જ ધરાવતું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ
iVOOMi S1 240એ કંપની દ્વારા ઓફર કરવામાં આવતું સૌથી ઉચ્ચ સીરીઝનું સ્કૂટર છે. આમાં કંપનીએ 4.2kWh ક્ષમતાના ટ્વિન બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 240 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. તો S180 વેરિઅન્ટમાં કંપનીએ 1.5kWh ક્ષમતાની બેટરી આપી છે જે 80 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેની હબ-માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર 2.5kW સુધીનું પાવર આઉટપુટ આપે છે.
આ પણ વાંચો – Royal Enfield લાવી રહ્યું છે ઇલેક્ટ્રિક બાઇક! બાઇકની પહેલી તસવીર થઇ લીક
S1ના તમામ વેરિયન્ટમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ મળે છે જેમાં ઇકો, રાઇડર અને સ્પોર્ટનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે S1240ની બેટરી માત્ર 3 કલાકમાં 0થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. કંપની આ ફાયર રેઝિસ્ટન્ટ બેટરી પેક પર 3 વર્ષની વોરંટી પણ ઓફર કરી રહી છે. તેની ટોપ સ્પીડ 50થી 53 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 3.5 સેકન્ડમાં 0થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.
આ પણ વાંચો : બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી
માત્ર રૂપિયા 2,999માં ઘરે લાવો સ્કૂટર
સ્કૂટર સાથે સપ્લાય કરેલી સ્વેપ કરી શકાય તેવી બેટરીને ઘરના સોકેટ સાથે જોડીને સરળતાથી ચાર્જ કરી શકો છો. કંપની તેની સાથે પોર્ટેબલ ચાર્જર આપી રહી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને સરળ હપ્તામાં પણ ફાઇનાન્સ કરી શકો છો. આ માટે તમારે દર મહિને માત્ર 2,999 રૂપિયાનો માસિક હપ્તો (EMI) ચૂકવવો પડશે. કંપની ઝીરો ડાઉન પેમેન્ટ સાથે 100 ટકા ફાઇનાન્સ સુવિધા પણ ઓફર કરી રહી છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in