SarkariYojna
ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ
ગુજરાતમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા 3.5 હતી. ગુજરાતમાં આજે સવારે લગભગ 10.26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 7 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ ગુજરાતમાં સુરતથી 61 કિલોમીટરના અંતરે આવ્યો છે. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાથી થોડીક ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો. ગુજરાતના સુરત તેમજ નવસારી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોક પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યાના સુમારે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ પણ વાંચો : Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર
ભચાઉમાં 3.6 તો વાંસદામાં 3.3ની તીવ્રતાના આંચકા, લોકો ગભરાઈને ઘરની બહાર દોડ્યા
ગુજરાતમાં આ અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલની કે નુકશાન થતું ન હોવથી તંત્ર અને લોકોને રાહત અનુભવાય છે. જો કે ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામે છે. નોંધનીય છે કે ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001માં ભયકંર ભૂકંપ આવ્યો હતો અને ખુબ જ મોટી તારાજી સર્જી હતી.
ભચાઉમાં રાત્રે 10.10 મિનિટે 3.6 તીવ્રતાનો આંચકો
ગત રાત્રિના 10.10 મિનિટે ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર બેટ પરના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા ગામથી 26 કિલોમીટર દૂર 3.6ની તીવ્રતા ધરાવતો આંચકો આવતા સ્થાનિક લોકોમાં પણ તેના અનુભવની અરસપરસ પૂછપરછ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વાગડ વિસ્તારમાં આફ્ટરશોકનો શીલસિલો સતત ચાલુ રહ્યો છે. આજ માસની તા. 2ના ભચાઉથી 13 કિલોમીટર દૂર 3.4નો આફ્ટરશોક નોંધાયો હતો. જ્યારે તા. 18 સેપ્ટેમ્બરના રાપરથી 7 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતાનો આંચકો રિકટર સ્કેલ પર અંકિત થયો હતો. જોકે, આ આંચકાઓ નુકશાનજનક નથી.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in