Connect with us

SarkariYojna

ગુજરાતમાં ભૂકંપ આંચકા : આજે બપોરે કચ્છ અને ગઈકાલ રાત્રે સુરતમાં ભૂકંપના આંચકા

Published

on

ગુજરાતમાં ભૂકંપ આંચકા : ગુજરાતમાં આજે એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે હાલ બપોરે 1.51 વાગ્યે કચ્છના દૂધઈ ખાતે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં ભૂકંપ આંચકા

ગુજરાતમાં આજે એક જ દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.અને હાલ બપોરે 1.51 વાગ્યે કચ્છના દૂધઈ ખાતે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

કચ્છના દૂધઈથી 25 કિમી દૂર કેન્દ્રબિંદુ

કચ્છમાં આજે 1.51 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.7ની મપાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 25 કિમી દૂર રણ ઓફ કચ્છ લેક નજીક નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. ત્યારે વધુ એક આંચકો અનુભવાતાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં અનુભવાયો હતો 3.8નો આંચકો

આ પહેલા સુરતમાં ગઈકાલે મોડી રાત્રે 3.8ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે 1 વાગ્યે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે ભૂકંપનો આંચકો અનુભવાતા ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું.

છેલ્લા 3 દિવસમાં નોંધાયેલા ભૂકંપ અને એની તીવ્રતા

તારીખસ્થળતીવ્રતા
11 ફેબ્રુઆરીદૂધઈ, કચ્છ3.7
11 ફેબ્રુઆરીસુરત3.8
9 ફેબ્રુઆરીદૂધઈ-કચ્છ3

ભૂકંપ આવે તો શું કરવું ?

  • ભૂકંપના આંચકા જેવા આવે તાત્કાલિક ઓફિસ કે ઘરની બહાર નીકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઊંચી ઈમારતથી દૂર ઊભા રહેવું.
  • ઘર કે ઓફિસની બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું, જેથી ઈજાગ્રસ્ત થવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યાં ન ઊભા રહેવું, જેથી દરવાજો ખૂલે કે પડે તો ઈજા ન થાય.
ગુજરાતમાં ભૂકંપ આંચકા
ગુજરાતમાં ભૂકંપ આંચકા

Post Published Date : 11/02/2023

Source : Divyabhaskar Com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending