Sunita Williams Returns: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ આજે ભારતીય સમય અનુસાર સવારે 3:27 વાગ્યે પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ બે અંતરિક્ષયાત્રીઓ 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી, ડ્રેગન અંતરિક્ષયાન ફ્લોરિડાના દરિયાકાંઠે પાણીમાં ઊતર્યું હતું.
ડોલ્ફિને સૌથી પહેલા સુનિતા વિલિયમ્સનું સ્વાગત કર્યું
આજે સમગ્ર વિશ્વના લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3:27 વાગ્યે ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોવામાં આવ્યુ હતું, સુનિતાવિલિયમ્સના ડ્રેગન યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી. આ દ્રશ્ય જોતા એમ લાગી રહીયુ કે જાણે આ ડોલ્ફિન સુનિતાનું સ્વાગત કરતી જોવા મળે છે આ દ્રશ્ય ખૂબ જ સુંદર હતું.
સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કે શેર કર્યો વિડીયો
સુનિતાને ધરતી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સ્પેસ એક્સ ના માલિક એ X.કોમ પર આ વિડીયો રીપોસ્ટ કર્યો છે. જે ડ્રેગન અવકાશયાન 19 માર્ચે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું, સુનિતા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવી, હાથ હલાવીને અભિવાદન કર્યું